Only Gujarat

National

પત્નીને પાછી લાવવા પતિએ પોતાના દીકરા-દીકરી સાથે કર્યું હચમચાવતું કૃત્યુ, લોકોએ વરસાવ્યો ફીટકાર

એક હચમચાવી દેતો મામલો સામે આવ્યો છે. ગુસ્સામાં છોડીને ચાલી ગયેલી પત્નીને પાછી બોલાવવા માટે એક પતિએ તેના દીકરાના મોતની ખોટી કહાની ઉભી કરી હતી. જેના માટે તેણે ખુદના દીકરાને કફન ઓઢાડી દીધું હતું, અને દીકરીના ગળામાં ફંદો નાખી દીધો હતો. જેની તસવીરો પાડીને તેણે પત્નીને મોકલી હતી.

આ મામલો મુંબઈના મલાડ વિસ્તારનો છે. આરોપી પતિ જ્યારે બીજી વખત દીકરીના ગળામાં ફંદો નાખીને લટકાવી રહ્યો હતો ત્યારે તે ડરીને બૂમો પાડવા લાગી હતી. તેનો અવાજ સાંભળીને આડોશી પાડોશીવાળા દોડતા આવ્યા હતા અને બાળકોને બચાવ્યા હતા.

પાડોશીએ આ અંગેની જાણકારી આપતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 33 વર્ષીય આરોપી સુચિત ગૌડ સામે હત્યાની કોશિશનો મામલો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. સીનિયર ઈન્સ્પેક્ટર પ્રકાશ બેલેએ જણાવ્યું હતું કે આરોપીએ પત્નીને પાછી બોલાવવા માટે દીકરા-દીકરીના મોતનું ખોટું નાટક કર્યું હતું.

 

You cannot copy content of this page