Only Gujarat

National

કિન્નર સાથે લગ્ન કરીને આ યુવક આવ્યો ચર્ચામાં, ચારેબાજુ થઈ રહી છે વાતો

મહારાષ્ટ્રના નાસિકમાં 15 દિવસ પહેલાં થયેલાં લગ્ન ચર્ચામાં છે. અહીં મનમાડ વિસ્તારમાં રહેતાં યુવકે કિન્નર સાથે સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા છે. તેના પરિજનોએ પણ ખુલ્લા મને કિન્નરને પોતાની વહુ માની લીધી છે. 15 દિવસ પછી કિન્નર વહુને મળવા માટે દરરોજ લોકો તેમના ઘરે આવી રહ્યા છે.

નાસિકના મનમાડમાં રહેતા સંજય ઝાલટેએ સમાજ અને લોકોની ચિંતા કર્યા વગર 15 જૂને લક્ષ્મી નામની એક કિન્નરને પોતાની પત્ની બનાવી છે. કોરોનાકાળમાં આ લગ્ન મંદિરમાં થયા હતાં. આ લગ્નમાં વધારે લોકો સામેલ થયાં નહીં. પણ પછી દરેક લોકોએ બંને નવ પરિણીતને પોતાના આશીર્વાદ આપ્યા હતાં. સંજયનું કહેવું છે કે, આ રીતના લગ્નથી તે સમાજમાં સંદેશો આપવા માગે છે.

સંજય ઝાલટેની ઓળખ કિન્નર શિવલક્ષ્મી સાથે ટિકટોક દ્વારા થઈ હતી. થોડાંક દિવસોમાં ઓળખાણ પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. સંજયે પોતાની ઇચ્છા માને જણાવી અને પછી તેમના સંબંધ અંગે શિવલક્ષ્મી પાસે ગઈ હતી. તે માની ગયા પછી બંનેના લગ્ન મનમાડના પ્રાચીન શિવ મંદિરમાં થયા હતાં. આ લગ્નમાં શિવલક્ષ્મીના કેટલાક કિન્નર સાથી પણ સામેલ થયાં હતાં.

આ અંગે સંજય ઝાલટેએ કહ્યું કે, અંતે કિન્નર પણ એક માણસ છે. તેમની પોતાની જિંદગી છે. એવામાં તેમની સાથે લગ્ન કરવામાં શું વાંધો છે. નવી જિંદગીની શરૂઆત કરતાં સંજયે એક ગીતની કેટલીક પંક્તિઓ પણ કહી કે, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના.

સંજયની માએ કહ્યું છે કે, આ સાંભળી વિચિત્ર લાગે છે કે, દીકરાએ એક કિન્નર સાથે લગ્ન કર્યા છે. પણ એ વાત પણ સાચી છે કે, બંનેએ સમાજની સામે નવો આદર્શ પ્રસ્તૂત કર્યો છે. અત્યારે ગામના લોકો લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

શિવલક્ષ્મીનું કહેવું છે કે, ભારતીય સંસ્કૃતિમાં છોકરી લગ્ન પછી તેના પતિના ઘરે સાસરીમાં જાય છે. મને એવું નથી લાગ્યું કે, મને એક વહુ તરીકે સ્વીકાર કરવામાં આવશે નહીં. પણ અમારા બંને પરિવારે સમાજની દરેક રૂઢીવાદી પરંપરાઓથી વધારે સંબંધને મહત્ત્વ આપ્યું છે. મારા નામની જેમ ખરેખર એક લક્ષ્મી તરીકે સ્વીકારવામાં આવી છે. આ બધું એક સપના જેવું છે. આનાથી હું ખૂબ જ ખુશ છું.

You cannot copy content of this page