Only Gujarat

National

જિગલો બનીને મસ્તીની સાથે સાથે કરો લાખોની કમાણી, લાલચના ચક્કરમાં અનેક લોકો છેતરાયા

આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં જિગોલો બનાવવાના નામે છેતરપિંડી કરનારા ત્રણ શાતિર બદમાશોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામે જિગોલો બનાવવાની સાથે નોકરી આપવાની તથા બેંક લોન આપવાના નામે લોકો સાથે વિશ્વાસઘાત કરતા હતા. ત્રણેય શાતિર સાઇબર ક્રિમિનલને આગ્રાના સદર પોલીસ સ્ટેશન તથા સાઇબર સીલ ટીમે ધરપકડ કરી છે.

ગેંગના સભ્યો લોકોને ફોન કરીને જિગોલો બનાવવાની લાલચ આપતા હતા. આ સાથે મસમોટી કમાણીની વાતો કરતા હતા. ગેંગના સભ્યો ફોન પર વાત કરીને પોતાના ખાતામાં રૂપિયા જમા કરાવતા હતા. ખાતામાં રૂપિયા આવ્યા બાદ તેઓ મોબાઈલ નંબર બંધ કરી દેતા હતા. ગેંગના સભ્યોએ અત્યાર સુધી અનેક લોકો સાથે રમત રમી છે.

ખાનગી બેંકના મેનેજર કરન ગુપ્તાએ આ કેસની ફરિયાદ સદર પોલીસ સ્ટેશનમાં કરી હતી. સદર પોલીસની ટીમ તથા સાઇબર સેલે કાર્યવાહી કરીને ગેંગમાં સામેલ નાલંદા બિહારના રહેવાસી ભોલા તથા આગ્રાહના ખેડા રાઠોળમાં રહેતો સોનુ તથા મુકેશની ધરપકડ કરી છે.

પોલીસનો આરોપ છે કે તેમની પાસેથી નકલી આઇડી, નકલી લોન અપ્રૂવલ લેટર, મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ગેંગના સભ્યો નકલી દસ્તાવેજ બતાવીને લોન અપાવવાનું કામ કરતા હોવાનું કહીને લોકોને દગો આપ્યો હતો. પોલીસની ટીમ ગેંગમાં સામેલ અન્ય લોકોને શોધી રહી છે.

પૂછપરછમાં ગેંગના સભ્ય ભોલાએ કહ્યું હતું કે સસ્તા દરે લોન, સ્પા સેન્ટર, પ્લેબોયાના નામ પર છેતરપિંડી કરવામાં આવતી હતી. સૌ પહેલાં જાહેરાત આપીને લોકો પાસેથી પાંચથી 35 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. ખાતામાં પૈસા આવી જાય પછી મોબાઈલ ફોન બંધ કરીને તેઓ ફરાર થઈ જતા હતા.

You cannot copy content of this page