Only Gujarat

FEATURED National

લૉકડાઉનમાં પત્ની પિયરમાં ફસાઈ તો પતિ મહાશયે કર્યું એવું કામ કે કરવી પડી પોલીસ ફરિયાદ …!

લખનઉઃ લોકડાઉનના કારણે એક મહિલા પોતાના પિયરમાં ફસાઇ ગઇ. આ વાતથી અકળાયેલા તેના પતિએ બીજા લગ્ન કરી લીધા. આશ્ચર્યની વાત તો એ છે કે યુવકે સંબંધમાં માસીની દીકરી સાથે લગ્ન કરી લીધા. આ વાતની જાણ જ્યારે પ્રથમ પત્નીને થઇ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઇ. બાદમાં મહિલા સમાજસેવી ‘મેરા હક ફાઉન્ડેશન’ના અધ્યક્ષ ફરહત નકવી પાસે મદદ માગી હતી. ઉલ્લેખનીય છે કે ફરહત નકવી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન છે.

ફરહત નકવીએ જણાવ્યું કે યુપીના કોહાડાપીરના નસીમના નિકાહ નગરિયા તાલાબ નિવાસી નઇમ મંસૂરી સાથે 2013માં થયા હતા. નસીમને ત્રણ બાળકો છે. 19 માર્ચ 2020માં નસીમને તેનો પતિ પિયર મૂકીને આવ્યો હતો.

22 માર્ચે જનતા કર્ફ્યુ અને ત્યારબાદથી લોકડાઉન શરૂ થવાથી તેની પત્ની પિયરમાં રહી ગઇ. આ દરમિયાન નઇમ મંસૂરીએ માસીની દીકરી સાથે બીજા નિકાહ કરી લીધા.

આશ્ચર્યની વાત તો એ છે કે નસીમના ચાર વર્ષના પુત્રે જ પોતાની માતાને ફોન પર પિતાના બીજા લગ્નની જાણકારી આપી. પતિના બીજા નિકાહની જાણકારી મળ્યા બાદ નસીમ જ્યારે સાસરિયે પહોંચી તો જાણવા મળ્યું કે તેના પતિએ બીજા નિકાહ કરી લીધા અને બંને સાથે રહેવા લાગ્યા.

મહિલાએ પતિના બીજા નિકાહનો વિરોધ કર્યો તો પતિ બંને પત્નીઓને સાથે રાખી રહેવા લાગ્યો. પરંતુ નસીમને આ વાત જરાય યોગ્ય ના લાગી અને તે પોતાના પતિ વિરુદ્ધ હવે કાયદાકીય કાર્યવાહી કરવા માગે છે.

પીડિતાએ હવે જ્યારે મેરા હક ફાઉન્ડેશનની અધ્યક્ષ ફરહત નકવી પાસે મદદ માગી છે. ફરહત નકવીનું કહેવું છે કે તે આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરશે અને પીડિત યુવતીને ન્યાય અપાવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page