Only Gujarat

Bollywood FEATURED

મુંબઈની ગલીમાં અચાનક જયા બચ્ચનને આવ્યો ગુસ્સો, કહી દીધી એવી વાત કે..!

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જયા બચ્ચનનો ગુસ્સો નાક પર રહે છે. તે ગમે ત્યારે ગુસ્સે થઈને સામેની વ્યક્તિ અને તેમાંય ખાસ કરીને મીડિયાને ધમકાવી નાખે છે. તેમની તસવીર ક્લિક કરવામાં આવે તો તે ચાહક હોય કે ફોટોગ્રાફર્, તેમને ખખડાવી નાખતા અચકાતા નથી. હાલમાં જ જયા બચ્ચન ગુસ્સે થયા હતા.

જયા બચ્ચન મુંબઈના એક વિસ્તારમાં જોવા મળ્યા હતા. અહીંયા તેઓ ડેન્ટલ ક્લિનિકમાં આવ્યા હતા. જ્યારે તેઓ કારની બહાર નીકળ્યા ત્યારે ફોટોગ્રાફરે તેમની તસવીર પાડી હતી. જોકે, પોતાની તસવીર ક્લિક થતાં જ જયા બચ્ચનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

ફોટોગ્રાફરે તસવીર ક્લિક કરી તો જયા બચ્ચન ભડકી ઊઠ્યાં હતાં. કારમાંથી ઊતરીને તરત જ ડ્રાઈવરે તસવીરો ક્લિક ના કરવાનું કહ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં તો જયા બચ્ચનનું મગજ ગરમ થઈ ગયું હતું. તેમણે ફોટો ક્લિક કરવા બદલ ફોટોગ્રાફરને ધમકાવી નાખ્યો હતો.

જયા બચ્ચને કહ્યું હતું, ‘તમે લોકો અહીંયા પણ પહોંચી ગયા.’ તો આના જવાબ પર ફોટોગ્રાફરે કહ્યું હતું, ‘તમારી ગાડી જોઈને અમે અહીંયા આવી ગયા.’ આટલું સાંભળીને જયા બચ્ચન ગુસ્સાામાં આવી ગયા હતા. ત્યારબાદ ફોટોગ્રાફર્સે માફી પણ માગી લીધી હતી.

‘કૉફી વિથ કરન’માં કરન જોહરે શ્વેતા બચ્ચન તથા અભિષેક બચ્ચનને જયાના આવા વર્તન અંગે સવાલ કર્યો હતો. ત્યારબાદ બંનેએ કહ્યું હતું કે જયા બચ્ચનને claustrophobic નામની બીમારી છે. આ એક એવી માનસિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ અચાનક ભીડ જોઈને ડરી જાય છે. તે ગુસ્સામાં આવી જાય છે. બજાર, ભીડવાળા વાહનો કે લિફ્ટમાં પણ તે અસહજ ફીલ કરે છે. તેમને કોઈ ધક્કો મારે કે પછી ટચ કરે તો પણ તેમને ગમતું નથી. આ ઉપરાંત તેમની આંખમાં કેમેરાની ફ્લેશ પડે તો તેમને ગમતું નથી.

You cannot copy content of this page