Only Gujarat

FEATURED National

આવો જુગાડ તો માત્ર ભારતીય જ કરી શકે! બનાવી એવી ગાડી કે નહીં કરી શકો વિશ્વાસ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે સરકારે જ્યારથી દેશમાં લોકડાઉન લાગુ કર્યું છે ત્યારથી જ ગરીબ મજૂર પોતાના વતન પરત ફરવા દિવસરાત સંઘર્ષ કરી રહ્યાં છે. કોઇ પગપાળા જ હજારો કિમીની યાત્રા કરી નીકળી ગયા તો કોઇએ તો દેશી જુગાડ લગાવી બાઇકને કાર બનાવી દીધી. આવો જ એક દેશી જુગાડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના સમગ્ર પરિવારની સાથે ઘરે પહોંચવા માટે જે તરકીબ અપનાવી તે જોઇને તમને તમારી આંખ પર વિશ્વાસ નહીં થાય.


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક વ્યક્તિ પોતાના સમગ્ર પરિવારની સાથે ઘરે પહોંચવા માટે બાઇકમાં ઝૂલો જોડી દીધો. આવું કરવાથી 2 સીટવાળી બાઇકને 4 સીટવાળી જુગાડ ગાડીમાં બદલી નાખી.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે આ વ્યક્તિએ બાઇક સાથે ઝૂલાને એક સ્ટીયરિંગ વીલની મદદથી જોડી દીધું. એ વ્યક્તિ સ્ટીયરિંગ વીલની મદદથી ઝૂાલને બેલેન્સ કરી હાઇવે પર આગળ વધી રહ્યો છે. આ વીડિયો જોઇને લોકોએ સોશિયલ મીડિયા પર વિવિધ કમેન્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વીડિયોને મારિયો કંપનીના ચેરમેન હર્ષ મારીવાલાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો અને લખ્યું કે લગભગ આ મુસાફરી કરવી સુરક્ષિત માધ્યમ નથી પરંતુ આ વ્યક્તિએ 2 સીટની બાઇકને ચાર સીટવાળી કારમાં બદલી દીધી.

આ વ્યક્તિના જુગાડના વખાણ કરી એક ટ્વીટર યૂઝર્સે લખ્યું કે આવા લોકોનો ઉપયોગ દેશની ટેક્નિકને બદલવા માટે કરવો જોઇએ. જોકે, વીડિયોમાં દેખાઇ રહેલા વ્યક્તિની હજુ ઓળખ થઇ નથી અને આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે પણ હજુ બહાર આવ્યું નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page