Only Gujarat

FEATURED National

કુંવારા બળાત્કારીને મર્યાં બાદ અનેક લોકોએ કહ્યું, આ મારો બાપ હતો…

મેનહટ્ટનઃ દુનિયામાં ઘણીવાર આપણા ધાર્યા કરતાં એકદમ હટકે દાખલા જોવા મળતા હોય છે. દુનિયામાં લોકો રેપિસ્ટને હંમેશાં ઘૃણાની નજરથી જ જોતા હોય છે અને બીજા લોકોની સાથે-સાથે પરિવારજનો તેની સાથેના સંબંધ તોડી નાખતા હોય છે. તો એક રેપિસ્ટ એવો પણ છે, જે તેના મૃત્યુ બાદ પાછળ કરોડોની સંપત્તિ છોડી ગયો છે. એટલે હવે આ રેપિસ્ટનાં ઘરવાળાંની શોધ ચાલી રહી છે, જેથી તેની પ્રોપર્ટીનો કોઇ વારસદાર મળી શકે. આ શોધ દરમિયાન 130 લોકોએ રેપિસ્ટને પોતાનો બાપ ગણાવ્યો અને તેની સંપત્તિમાં પોતાનો હક ગણાવ્યો. ગયા વર્ષે જ આ વ્યક્તિએ મેનહટ્ટન જેલમાં આત્મહત્યા કરી હતી. રેકોર્ડ અનુસાર તેણે લગ્ન નથી કર્યાં અને તેને કોઇ બાળકો પણ નથી. એટલે હવે તેના વારસદારની શોધ ઓનલાઇન ચાલી રહી છે.

 


આ રેપિસ્ટનું નામ જેફરી એપ્સટીન છે. એક વેબસાઇટે કરોડોની સંપત્તિના વારસદાર માટે ઓનલાઇન શોધ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીએ 130 લોકોએ દાવો કર્યો છે કે, આ રેપિસ્ટ તેમનો બાપ છે. તો આ રેપિસ્ટ વૈભવી ઘરનો માલિક પણ છે.


જેફરીના મૃત્યુ બાદ મોર્સ ગેનીલોજિકલ સર્વિસેસે એક વેબસાઇટ શરૂ કરી અને તેના પર રેપિસ્ટ સાથેનો સંબંધ સાબિત કરી સંપત્તિ પર પોતાનો હક બતાવવાની ઓફર આપી. ત્યારથી અત્યાર સુધીમાં કુલ 386 લોકોએ પોતાનો હક બતાવ્યો છે, જેમાં 130 લોકોએ તેને પોતાનો પિતા ગણાવ્યો છે.


જેફરી તેની પાછળ 4 કરોડ 82 લાખની સંપત્તિ છોડી ગયો છે, જેમાં મેનહટ્ટનમાં એક વૈભવી બંગલો છે અને 75 એકરનો એક આખો આઇલેન્ડ છે.


જેફરીને પીડોફાઇલ કહેવામાં આવતો હતો. એવું કહેવાતું હતું કે, મોટાભાગે બાળકો તેના શિકાર બનતાં, તે બાળકો પ્રત્યે સૌથી વધારે આકર્ષિત થતો હતો. તેણે જીવનમાં કરોડોની સંપત્તિ બનાવી.


મેનહટ્ટન જેલમાં તેને બાળકોની તસ્કરીના કારણે મોકલવામાં આવ્યો હતો. જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે તેના ડીએનએને સ્ટોર કરી લેવામાં આવ્યું. લોકોને વિશ્વાસ છે કે, આ માણસ આટલા લાંબા સમયથી સેક્સ ઈન્ડસ્ટ્રીમાં છે તો ચોક્કસથી તેનું કોઇ તો બાળક હશે જ. એટલે કોઇ તો આવશે તેની સંપત્તિ માટે.


ત્યારબાદ ડીએનએ ફર્મે ઓનલાઇન લોકોને જેફરીના સંબંધી હોવાનો દાવો મૂકવા આમંત્રિત કર્યા. જેમાં અત્યાર સુધીમાં 386 લોકો આવી ચૂક્યા છે. અસલી માલિકની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.


જેફરી પર કેટલાંક દેવાં પણ હતાં, જેને તેની મોંઘી ગાડીઓ વેચીને ચૂકવવામાં આવ્યાં, જેમાં બેન્ટલે, મર્સિડીઝ અને શેવરલેટનો સમાવેશ થાય છે. ત્યારબાદ પણ તેના નામે કરોડોની સંપત્તિ છે.

જેફરી પર ત્યાર સુધીમાં બે ડઝન કરતાં પણ વધારે મહિલાઓના યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સાથે-સાથે તેમણે જેફરીની પ્રોપર્ટીમાં ભાગ પણ માગ્યો છે. પરંતુ હજી કાયદાકિય રીતે કઈ સાબિત થઈ શક્યું નથી, એટલે મૂળ માલિકની શોધ ચાલુ છે.

You cannot copy content of this page