‘બિગ બોસ’ની વિનર ‘છોટી બહૂ’ હવે કરશે બીજા લગ્ન, જાણો કોણ છે વરરાજા?

મુંબઈઃ ટીવીની છોટી બહૂ એટલે કે રુબીના દિલૈક બિગબોસ 14ની વિનર બની ગઈ છે. તે ક્યારેક પોતાની પાર્ટી તો ક્યારે તેમના નિવેદનને લીધે ટ્રોફી જીત્યા પછી સતત ચર્ચામાં રહે છે. આ ઉપરાંત રુબીના દિલૈક જ્યારે બિગબોસના ઘરમાં હતી ત્યારે તે ઘણીવાર તેના બીજા લગ્ન અંગે ચર્ચામાં રહેતી હતી. તે ઘરની બહાર આવ્યાં પછી બીજા લગ્ન કરશે કે નહીં? એવામાં હવે વાત સામે આવી છે તે બીજાવાર દુલ્હન બનશે. આ પછી એક સવાલ એવો પણ થાય છે કે, તેમનો દુલ્હો આ વખતે કોણ હશે?

ટીવીની છોટી બહૂ બિગબોસ 14ની વિનર બનીને ઘરે આવી ગઈ છે. આ પછી દરેક રુબીનાને શુભેચ્છા આપી રહ્યાં છે, પણ આ વચ્ચે ચર્ચા છે કે, તેમના પતિ સાથે ફરી સંબંધ સુધરશે.

ઉલ્લેખનીય છે કે, રુબીના દિલૈક અને અભિનવ શુક્લાનો બિગબોસ 14માં જવાનો ઉદ્દેશ શું હતો? બંનેએ શો પહેલાં અને શો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. બંને છૂટેછેડા લેવાના છે.

કાયદા મુજબ 6 મહિનાના સમય છૂટાછેડા પહેલાં સાથે રહેવાનો હતો કેમ કે છૂટાછેડા અટકાવવાનો કોઈ ચાન્સ ના રહે. એટલે બંનેએ સાથે સમય પસાર કર્યો અને એકબીજાને જાણવા માટે બિગબોસના ઘરમાં જતાં રહ્યાં હતાં.

એક્ટ્રસનું કહેવું છે કે, તેમના સંબંધે દમતોડી દીધો છે. તેમાં જીવ રહ્યો નથી. ત્યારે બંનેએ બિગબોસમાં જવાનો નિર્ણય કર્યો અને એકબીજાને બીજીવાર તક આપવાનો પ્રયત્ન કર્યો. બિગબોસના ઘરમાં 143 દિવસની સફરમાં તેમને સમજાયું કે, તેમને હવે અલગ થવાની જરૂર નથી.

રુબીનાએ સ્વીકાર્યું હતું કે, તેમણે બિગબોસમાં આવીને શીખવા મળ્યું કે, મતભેદ અને બે અલગ વિચારવાળા હોવા છતાં એક સાથે કેવી રીતી રહી શકે છે. આ શોમાં તેમના સંબંધને એક નવી જિંદગી મળી છે અને તે હવે છૂટાછેડા લેવાના નથી અને હંમેશા સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.

હવે જીતીને પાછી આવેલી રુબીનાનું કહેવું છે કે, તેમના પતિ અભિનવ શુક્લા સાથે ફરી લગ્ન કરશે. બીજા લગ્ન નિશ્ચિત રૂપે થશે.

ઉલ્લેખનીય છે કે, અભિનવે વિજેતા પત્ની માટે એક સરપ્રાઇઝ પાર્ટી પણ રાખી હતી. જેનો વીડિયો સામે આવ્યો હતો. બંને અહીં ખુશ જોવા મળ્યાં હતાં.

You cannot copy content of this page