Only Gujarat

National

ચીનના સૈનિકોને મારતા-મારતા દેશનો 21 વર્ષનો જવાન શહીદ, 8 મહિના અગાઉ લગ્ન થયેલા

ભોપાલ: લદ્દાખની ગાલવન ઘાટીમાં ચીની સૈન્ય સાથે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલ મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના દીપક માત્ર 21 વર્ષના હતા. 8 મહિના અગાઉ જ લગ્ન કરનાર દીપકે પોતાની દુલ્હનને વહેલી તકે મુલાકાત કરવાનો વાયદો આપ્યો હતો. પરંતુ હવે દીપકના સ્થાને તેનો તિરંગામાં લપટાયેલો પાર્થિવ દેહ પરિવારજનો પાસે પહોંચશે. ગુરુવારે દીપકનો પાર્થિવ દેહ લેહથી રીવા અને પછી ત્યાંથી તેના ગામ મનગવાના ફરેહદા ખાતે લઈ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ‘હિંદી-ચીની ભાઈ-ભાઈ’ની મર્યાદા અને સંબંધોને ભૂલી ચીની સૈનિકોએ લદ્દાખ બોર્ડર પર લોહિયાળ રમત રમી, જે ઘણી શરમજનક ઘટના છે. ચીની સૈનિકોની કાયરતાનો જવાબ આપતા ભારતીય સૈન્યએ પોતાના 20 જવાનો ગુમાવ્યા. જેમાં 40થી વધુ ચીની સૈનિકોના મોતના અહેવાલ છે.

શહીદ દીપકના લગ્ન નવેમ્બર 2019માં થયા હતા. તે છેલ્લે હોળી પર ઘરે ગયો હતો. હવે પતિના શહીદીના સમાચાર સામે આવતા પત્ની ભાંગી પડી હતી. શહીદના પિતા ગજરાજ સિંહે જણાવ્યું કે, દીપકનો મોટો ભાઈ પ્રકાશ સિંહ પણ સૈન્યમાં છે. તેમનાથી પ્રેરિત થઈ જ નાના ભાઈએ પણ સૈન્યમાં જોડાવવાનો નિર્ણય કર્યો. પિતાની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી પરંતુ તેમણે પોતાના દીકરા પર ગર્વ હોવાની વાત પણ કરી હતી.

દીપકના શહીદ થવાના સમાચાર બિહાર રેજિમેન્ટે એસપી રીવાને આપી. જે પછી પોલીસ કંટ્રોલ રુમ થકી આ સમાચાર શહીદ દીપકના પરિવારજનો સુધી પહોંચાડવામાં આવ્યા. શહીદ દીપકે છેલ્લે 15 દિવસ અગાઉ પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પત્નીને કહ્યું હતું કે- તે થોડાસમયમાં ઘરે આવશે અને ત્યારે કાશ્મીરી શાલ અને ઘરેણાં તેની માટે લાવશે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શહીદ દીપકની શહાદતને યાદ કરતા એક ટ્વિટ કરી હતી. જેમાં લખ્યું કે.‘તુને સીંચા હૈ અપને લહુ સે વતન કી મિટ્ટી કો, વીરોં કી ઈસ મિટ્ટી પર હમ અભિમાન કરતે હૈ. એ મેરે વતન કે શેર તેરે જાને સે ચીત્કાર રહા દિલ, તેરે લહૂ કે હર કતરે, તેરી શહાદત કો સલામ કરતે હૈ.’

You cannot copy content of this page