Only Gujarat

National TOP STORIES

ગરીબ ઘરનો દીકરો આટલા સંઘર્ષ બાદ બન્યો IAS, મનથી નક્કી કરી લો તો કંઈ પણ અશક્ય નથી

નવી દિલ્હીઃ અધિકારીનો રૂઆબ ભલે ચકાચૌંધ વાળો લાગતો હોય પરંતુ તેઓ દેશ અને સમાજના સાચા સેવક હોય છે. સરકાર અને સમાજના વંચિત લોકો વચ્ચેની મોટી ખાઈને ભરવાનું કામ એક ઈમાનદાર અધિકારી કરે છે. એવામાં જો ખુદ વંચિત પરિવાર કે ક્ષેત્રમાંથી આવતો હોય તો તેને સુવિધાઓના અભાવ અને ગરીબીમાં જીવનની મુશ્કેલીઓ વધુ સારી રીતે સમજ આવે છે. રસ્તા પર રેકડી લગાવતા એક વ્યક્તિએ યૂપીએસસીની પરીક્ષા પાસ કરી તો લોકો આશ્ચર્યમાં પડી ગયા. આજે અમે તમને એવા એક શખ્સની વાત સંભળાવીશું જેણે ગરીબીમાંથી બહાર નિકળીની અધિકારી બનીને બતાવ્યું. આ શખ્સની સંઘર્ષ ભરી કહાની દેશના સેંકડો યુવાનો માટે અરીસા સમાન છે કે મહેનત આગળ સફળતા ખુદ ઝૂકી જાય છે. આવો જાણીએ રેકડી પર ઈંડા વેચનારાથી લઈને અધિકારી બનેલા મનોજ કુમાર રૉયની કહાની.

વ્યક્તિનું જીવન પોતાનામાં જ એક પડકાર છે અને જો તમે સપના જુઓ તો તમારો સંઘર્ષ વધી જાય છે. આમ તો દુનિયામાં હજારો લોકો સપના જુએ છે કે અધિકારી બનવાના, મોટી-મોટી ગાડીઓમાં ફરવાના, નોકર-ચાકર અને નેતાઓ વચ્ચે ઉઠવા બેસવાના. આ સપનાને પુરા કરવા માટે મનોજ કુમાર રૉયે જીવ રેડી દીધો. મનોજ, બિહારના એક નાનકડા ગામના છે. આજે આખા દેશમાં યુવાનો તેમને પ્રેરણા માને છે. એક સમયે તેઓ સામાન્ય કારીગર હતા. મનોજ ગામથી શહેર કાંઈક બનવાનું સપનું લઈને આવ્યા હતા. તેણે ગામ છોડ્યું તો દિલ્લીમાં ભણવા માટે ખૂબ જ મહેનત કરી. વાત માત્ર ભણવાની નહોતી, તેમનું સપનું હતું દેશનો અધિકારી એટલેકે આઈએએસ બનવાનું. તો તેમણે અભ્યાસ અને કોચિંગ શરૂ કર્યું. પર થયું એવું કે આટલું મોટું શહેર તો છૂટથી ખર્ચ અને પૈસા તો ઓછા પડવાના જ હતા.

મનોજ ઘરેથી જે પૈસા શહેરમાં લાવ્યા હતા, તે તો કોચિંગમાં ખર્ચ થઈ ગયા. એવામાં ગુજરાન ચલાવવા માટે તેમણે કામ કરવું પડ્યું. પૈસા માટે રેકડી લગાવીને ઈંડા વેચવા પડ્યા. દિલ્લીમાં પોતાના સંઘર્ષના દિવસોમાં તેમણે ન માત્ર ઈંડા પરંતુ શાકભાજી વેચ્યા અને ત્યાં સુધી કે પૈસા કમાવા માટે ઑફિસમાં પોતું લગાવવાનું કામ પણ કર્યું. પરંતુ મનોજે દિમાગમાં હંમેશાં એક વાત રાખી કે તેમની મહેનત એક દિવસ તેમને દેશના સૌથી પ્રતિષ્ઠિત પદ સુધી જરૂર પહોંચાડશે.

એ દિવસ પણ આવી ગયો જ્યારે તેમને ફળ મળ્યું. વર્ષ 2010માં તેમણે ચોથા પ્રયાસમાં યૂપીએસસી પાસ કરી અને ભારતીય આયુધ નિર્માણી સેવા (આઈઓએફએસ) અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. મનોજે 870મો રેંક મેળવ્યો અને પોતાનું અધિકારી બનવાનું સપનું પૂર્ણ કર્યું. પરિણામ આવતા જ તેમના દિવસો ફરી ગયા.

રૉય નાલંદાથી 110 કિમીની યાત્રા કરે છે, જ્યાં તેઓ રાજગીર આયુધ નિર્માણીમાં એક પ્રશાસનિક અધિકારીના રુપમાં સપ્તાહના અંતમાં પટનામાં તહેનાત રહે છે. મનોજ રૉયની કહાની એટલી નાની નથી. તેમને ખબર છે કે ગરીબ બાળકોને કોચિંગની ફીથી લઈને શહેરમાં રહેવા સુધી કેટલીયે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

એટલે તેઓ આઈએએસ, પીસીએસ અને આઈપીએસ જેવી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરનાર બાળકોને મફત કોચિંગ આપે છે. તેઓ ઈચ્છે છે કે તેમણે જેવો સંઘર્ષ કર્યો એવા અન્ય કોઈ બાળકને ન કરવો પડે.

વીકેન્ડ પર મનોજ રૉય બિહારના ગરીબ વિદ્યાર્થીઓને યૂપીએએસસી પાસ કરવા માટે ભણાવે છે. તેઓ આ કોચિંગ મફતમાં આપે છે. તેમનું કહેવું છે કે જ્યારે તેમણે એક્ઝામ પાસ કરી હતી ત્યારે જ વિચારી લીધું હતું કે જે બાળકો મોંઘું કોચિંગ નથી લઈ શકતા તેમને મફતમાં ભણાવીશ. રૉયના લગભગ 45 જેટલા વિદ્યાર્થીઓએ બિહાર લોક સેવા પરીક્ષા જેવી એક્ઝામ ક્રેક કરીને તેનું નામ રોશન કર્યું છે.

મનોજ રૉયની પત્ની અનુપમા કુમારીએ પણ બિહાર લોક સેવા પરીક્ષા પાસ કરીને ઈતિહાસ રચ્યો હતો. બંને સાથે મળીને ગરીબ બાળકોનું ભવિષ્ય સારું બનાવે છે. આઈએએસ-આઈપીએસની સક્સેસ સ્ટોરીની આ કહાનીથી વિદ્યાર્થીઓને એ પાઠ મળે છે કે રેકડી પર ઈંડા વેચનાર જો અધિકારી બની શકે છે તો તમે કેમ નહીં, બસ ફળની ઈચ્છા રાખ્યા વિના મહેનત કરતા રહો એક દિવસ સફળતા જખ મારીને તમારી પાસે આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page