Only Gujarat

FEATURED National

આવો દીકરો તો ભગવાન કોઈને ના આપે! દારૂના નશાએ ભૂલાવ્યું ભાન ને મા-બાપને ઘરમાંથી હાંકી કાઢ્યા

નવી દિલ્હીઃ ‘બાબા કા ઢાબા’ની ઘણા લોકોએ મદદ કરી હતી. સોશિયલ મીડિયા પર લોકો વૃદ્ધોની મદદ કરવા આગળ આવી રહ્યાં છે. લોકો હવે પોત-પોતાના વિસ્તારના વૃદ્ધોની મદદ કરી રહ્યાં છે. હવે દિલ્હીના દ્વારકાથી 70 વર્ષીય વૃદ્ધ દંપત્તિની સ્ટોરી વાઈરલ થઈ રહી છે. આ દંપત્તિની કહાણી એટલી પીડાદાયક છે કે લોકોના આંખમા આંસુ આવી જાય છે. આ દંપત્તિ 70 વર્ષના છે અને દિલ્હીના દ્વારકામાં ચા વેચી ગુજરાન ચલાવે છે. બંનેએ રોડના કિનારે એક ચાનો નાનકડો સ્ટોલ રાખ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર વિશાલ શર્મા નામના એક યુઝરે આ સ્ટોરી ઈન્સ્ટા પર શેર કરી હતી.

દારૂડિયા દીકરાએ તોડ્યો પિતાનો હાથ
આ વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ જણાવી રહ્યાં છે કે કઈ રીતે તેમના દારૂડિયા દીકરાએ ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. આ ઉપરાંત તેણે પોતાના જ પિતાનો હાથ પણ તોડી નાંખ્યો. આ ઉપરાંત તેમના જમાઈએ પણ વૃદ્ધ દંપત્તિ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. અમુક મહિના તેમણે મકાઈ પણ વેચી હતી. તેમની દીકરીએ પોતાના માતા-પિતાની મદદ કરવા માટે તેમને એક નાનકડી ટી-સ્ટોલ શરૂ કરી આપી. આ શોપ સુભાષ અપાર્ટમેન્ટ ફેઝ-1 દ્વારકા પાસે છે.

લોકો પાસેથી મદદની આશા
વિશાલે આ વીડિયો શેર કર્યો અને ખાસ ડૉક્ટર્સને અપીલ કરી કે તેઓ આ બાબાના હાથની ઈજાની સારવાર માટે આગળ આવવું જોઈએ. આ ઉપરાંત વિશાલે પોતે પણ વૃદ્ધ દંપત્તિને આર્થિક સહાય કરી હતી. લોકોને પણ આ વૃદ્ધ દંપત્તિની મદદ કરવા અપીલ કરી હતી. આ વીડિયો અંગે જાણીતી એક્ટ્રેસ મહિમા ચૌધરીએ બાબાની મદદ માટે એડ્રેસ જાણવા કોમેન્ટ કરી હતી.

લોકોએ વિશાલની પ્રશંસા કરી કે તેણે વૃદ્ધ દંપત્તિની સ્ટોરી લોકોની સામે રાખી જેના કારણ લોકો તેમની મદદ માટે આગળ આવતા થયા. જો તમારા આસપાસ આવા કોઈ વૃદ્ધો હોય જેમને મદદની જરૂર હોય તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક મજબૂત હથિયાર છે, જે આવા લોકોની કહાણી સમગ્ર વિશ્વ સુધી પહોંચાડે છે અને ‘બાબા કા ઢાબા’ને મળેલી મદદ એક ઉત્તમ ઉદાહરણ છે.

You cannot copy content of this page