Only Gujarat

International

અહીં સંપત્તિ મેનેજ કરવાના મળે છે કરોડો રૂપિયા, જાણો ક્યા અને કેવી રીતે?

ન્યૂયોર્ક: વિશ્વના ઘણા ધનિક દેશોમાંથી એક છે અમેરિકા. અહીં ઘણા ધનિક લોકો રહે છે. આ ધનિક લોકો પોતાની સંપત્તિને મેનેજ કરવા માટે સારા લોકોની શોધ કરતા રહે છે. આ સાથે જ તેઓ ફેમિલી ઓફિસ પણ ચલાવે છે. આ માટે તેઓ મોટી રકમની સેલેરી આપી પ્રોફેશનલને હાયર કરતા હોય છે.

અમેરિકામાં કહેવાય છે કે, જો તમારે ભવિષ્યમાં આગળ વધવું હોય તો કોઈ ધનિક વ્યક્તિની ફેમિલી ઓફિસ સંભાળી લો. પૈસા તો મળશે સાથે ઘણા ધનિકો સાથે તમારો સંપર્ક થઈ જશે. રિક્રૂટમેન્ટ ફર્મ એગ્રેયૂસ ગ્રૂપ અનુસાર, વાર્ષિક 3.96 લાખ ડૉલર એટલે અંદાજે 3 કરોડ રૂપિયા કે તેથી વધુ સેલેરી સાથે કામ કરતા સૌથી વધુ પ્રોફેશનલ્સ અમેરિકન ફેમિલી ઓફિસો માટે જ કામ કરે છે. આ રિપોર્ટ 671 ફેમિલી ઓફિસમાં કામ કરતા પ્રોફેશનલ્સ સાથે વાત કર્યા બાદ તૈયાર કરવામાં આવી છે. વિશ્વમાં હાલ 10 હજારથી વધુ સિંગલ ફેમિલી ઓફિસ છે.

એકાઉન્ટિંગ ફર્મ ઈવાઈના જણાવ્યાં અનુસાર, તેમાંથી અડધી ઓફિસો છેલ્લા 2 દાયકામાં શરૂ થઈ છે. અલ્ફાબેટના એરિક શ્મિટ અને મીડિયા મુગલ જેમ્સ મર્ડોકની ફેમિલી ઓફિસ પણ તેમાં સામેલ છે. આવા ધનિક લોકોના સંપર્કમાં રહેવા પર તમને પોતાના ભવિષ્ય અંગે ચિંતા કરવાની જરૂર નહીં રહે. માત્ર પ્રામાણિકતાથી તેમના પૈસા, સંપત્તિ અને રોકાણને મેનેજ કરો અને પોતે પણ આગળ વધતા રહો.

વિશ્વના 500 સૌથી ધનિક લોકોમાંથી 25 ટકા અમેરિકામાં રહેછે. દેશમાં અંદાજે 6 ટકા ફેમિલી ઓફિસ પાસે 500 કરોડ ડૉલરથી વધુની સંપત્તિ છે. ફેમિલી ઓફિસો માટે અમેરિકા સૌથી ફેવરિટ દેશ છે. કોરોનાને કારણે ફેમિલી ઓફિસ હાયરિંગમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનું કારણ છે કે કોરોના મહામારીને લીધે વિશ્વના મોટાભાગના બિઝનેસની જેમ ફેમિલી ઓફિસ પર પણ અસર થઈ છે. ફેમિલી ઓફિસ હાયરિંગ આ વર્ષના પ્રથમ 6 મહિનાની સરખામણીએ 80 ટકા ઘટી ગઈ છે,રિપોર્ટ અનુસાર, જુલાઈ મહિનાથી સ્થિતિમાં સુધાર જોવા મળી શકે છે.

You cannot copy content of this page