Only Gujarat

FEATURED International

લૉકડાઉનમાં ઘરમાં કંટાળી ગયો છોકરો, બાથરૂમમાં ગયો ને કર્યું એવું ગંદું કામ કે….

નવી દિલ્હીઃ દુનિયા કોરોનાવાઈરસના સંક્રમણને રોકવાના પ્રયત્નો કરી રહી છે. રોજ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હજી સુધી વાઈરસનો કોઇ ઈલાજ શોધવામાં દુનિયાને સફળતા મળી નથી, જેના કારણે ઘણા દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકો પોતપોતાના ઘરમાં બંધ છે. આવા સમયમાં સોશિયલ મીડિયામાં એક બાદ એક ઘણી ચેલેન્જ વાઈરલ થઈ રહી છે.

આ ચેલેન્જને પ્રોત્સાહન આપવામાં આજકાલ ટિકટોકનો સૌથી વધારે ફાળો છે. જાત-જાતની અજીબોગરીબ ચેલેન્જ બાદ, ટિકટોક પર એક ખૂબક ગંદો ટ્રેન્ડ આવ્યો છે. જેમાં લોકો તેમનું પેન્ટ પલાળતા જોવા મળે છે. હા જી, લોકો અરીસાની સામે ઊભા રહીને સૂસૂ કરતો વીડિયો બનાવી તેને પોસ્ટ કરે છે. આજે અમે જણાવી રહ્યા છીએ, આ ચેલેન્જ ટ્રેન્ડમાં કેવી રીતે આવી.

આ ચેલેન્જનું નામ છે #peeyourpantschallenge. જેની શરૂઆત 19 વર્ષના લિઆમ વેયરે કરી હતી. તેણે પોતાનું પેન્ટ ભીનું કરતો વીડિયો બનાવ્યો અને તેને શેર કર્યો.

વીડિયોની શરૂઆતમાં લિઆમ આ ચેલેન્જનું નામ લે છે અને ત્યારબાદ સૂસૂ કરવાનો વીડિયો બનાવે છે. વીડિયોમાં લોકોને ફર્શ પર પડતા પેશાબનો અવાજ પણ સંભળાય છે.

આ વીડિયો બાબતે લિઆમે કહ્યું હતું કે તે ટિકટોક પર ચાલી રહેલ બેકાર ટ્રેન્ડથી કંટાળી ગયો હતો. તેણે આ ચેલેન્જિસની મજાક ઉડાવતાં-ઉડાવતાં આ વીડિયો બનાવ્યો હતો, જેથી લોકો સમજી શકે કે, કેટલી વાહિયાત વસ્તુઓ ચેલેન્જના નામે શેર કરવામાં આવે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, હવે આ વીડિયો બાદ ઘણા લોકોએ આ ચેલેન્જને સ્વિકારી છે અને પોતાનો પેશાબ કરતો વીડિયો બનાવી શેર કર્યો છે.

લિઆમનો વીડિયો 33 લાખ વાર જોવામાં આવ્યો છે. લિઆમ પોતે પણ આશ્વર્યમાં છે કે, કોઇ વાહિયાત વસ્તુને ચેલેન્જનું નામ આપવામાં આવે તો તે કેવી રીતે ટ્રેન્ડ બની જાય છે. ઘણા લોકોએ બાથરૂમના અરીસામાં પોતાનો સૂસૂ કરતો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને શેર કર્યો.

ટિકટોકે લિઆમના વીડિયોને ડિલીટ કરી નાખ્યો હતો. ત્યારબાદ તેણે ફરી તેને પોસ્ટ કર્યો અને હવે તો તે ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ ચેલેન્જ બાબતે લોકોનાં જાત-જાતનાં રિએક્શન્સ આવ્યાં છે.

એક વ્યક્તિએ લખ્યું છે કે, તેને વિશ્વાસ નથી આવતો કે, લોકો આવી વાહિયાત ચેલેન્જ કેવી રીતે સ્વિકારે છે. તો એક યૂઝરે આને લોકડાઉનની આડઅસર ગણાવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page