Only Gujarat

International

આ ડોક્ટર છે કે હેવાન? દારૂ પીને ઓપરેશન થિયેટરમાં ઘુસી ને નશામાં જ મહિલાની કરી નાખી એવી સર્જરી કે….!

ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. બીમાર શખ્સ પોતાની જિંદગી ડૉક્ટરના હવાલે કરી દે છે. તેના આશા હોય છે કે હવે તેને આ ધરતી પર કોઈ બચાવી શકે છે તો તો ડૉક્ટર છે. પરંતુ જો એ ડૉક્ટર જ લાપરવાહીમાં દર્દીનો જીવ લઈ લે તો? એવા અનેક મામલે જોવા મળે છે જેમાં ડૉક્ટર્સથી સર્જરી દરમિયાન ચૂક થઈ જાય છે. અનેક વાર દર્દીના પેટમાં ઓજાર કે ટુવાલ રહી જાય છે. આ મામલાને ડૉક્ટર્સ લાપરવાહી કહે છે. પરંતુ જો કોઈ શરાબ પીને સર્જરી કરે તો તેને લાપરવાહી નહીં પરંતુ ગુનો કહી શકાય છે. આવો જ એક ગુનો કરવા માટે ફ્રાંસમાં એક ડૉક્ટરને કોર્ટમાં સજા માટે લાવવામાં આવ્યો જ્યાં ડૉક્ટરે પોતાને નિર્દોષ ગણાવ્યો. જો કે પુરાવાના આધાર પર તેને જેલ મોકલવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. આવો તમને જણાવીએ આખો મામલો.

આ કેસ 2014માં ફ્રાંસમાં સામે આવ્યો હતો. જ્યા એક હૉસ્પિટલમાં એડમિટ એક્સપટ સિંથિયા હૉકનું મોત પોતાના દીકરા ઈસાકના જન્મદિવસના કેટલાક દિવસોમાં થઈ ગયું હતું.

જ્યારે સિંથિયાનું પોસ્ટમૉર્ટમ થયું તો ખબર પડી કે તેની શ્વાસનળીની જગ્યાએ ઈસોફેગસમાં ટ્યૂબને ઠુસી દેવામાં આવી હતી. જેથી તેને કાર્ડિયાક અરેસ્ટ થયો અને તેનું મોત થઈ ગયું.

28 વર્ષની સિંથિયા પોતાની ડિલીવરી માટે હૉસ્પિટલમાં એડમિટ હતી. તેની સર્જરી 51 વર્ષના ડૉક્ટર હેલ્ગા વૉટર્સે કરી હતી. તેણે સર્જરી પહેલા વોડકા પીધી હતી અને તે નશામાં હતી.

ડૉક્ટરે તે જ નશાની સ્થિતિમાં મહિલાની સર્જરી કરી નાખી. નશામાં તેણે સિંથિયાના ઈસોફેગસની જગ્યાએ તેના વિંડપાઈપમાં ટ્યૂબ ઘુસાડી દીધી.ઑપરેશન થિએટરમાં જ તેને ઉલટીઓ થવા લાગી હતી.

સર્જરી બાદ તે કોમામાં ચાલી ગઈ હતી. ચાર દિવસ બાદ તેનું મોત થયું. તપાસમાં સામે આવ્યું કે તેની શ્વાસનળીમાં અન્ન નળી ઘુસાડી દેવામાં આવી હતી. જે બાદ ડૉક્ટર પર હત્યાનો કેસ કરવામાં આવ્યો હતો.

સર્જરી બાદ તે કોમામાં ચાલી ગઈ હતી. ચાર દિવસ બાદ તેનું મોત થયું. તપાસમાં સામે આવ્યું કે તેની શ્વાસનળીમાં અન્ન નળી ઘુસાડી દેવામાં આવી હતી. જે બાદ ડૉક્ટર પર હત્યાનો કેસ કરવામાં આવ્યો હતો.

વૉટર્સે તેના માટે પોતાની શરાબની લતને જવાબદાર ગણાવી. તેણે કહ્યું કે, આ લતના કારણે તેનું જીવન બરબાદ થયું. તે જાણીને કોઈનો જીવ ન લઈ શકે. આ મામલાની સુનાવણી દરમિયાન સિંથિયાનો પતિ પોતાના બાળક સાથે પહોંચ્યો. સિંથિયાના પરિવારને આશા છે કે જલ્દી જ તેમને ન્યાય મળશે. જેથી આગળ કોઈ ડૉક્ટર આવી લાપરવાહી ન કરે.

You cannot copy content of this page