Only Gujarat

International TOP STORIES

પરિવારને કચરાના ઢગલામાંથી મળી 2 મોટી બેગ, ખોલતાં જ તમામ ઉડી ગયા હોશ

ન્યૂયોર્ક: પ્રામાણિકતાથી મોટી કોઈ વસ્તુ નથી પરંતુ જ્યારે સમગ્ર વિશ્વ મહામારીનો સામનો કરતું હોય એવા સમયે પ્રામાણિકતા દાખવવી હિંમતનું કામ છે. એક અમેરિકન પરિવારને રોડ પર કચરાના ઢેરમાંથી કરોડો રૂપિયા મળ્યા પરંતુ તેમણે આ રકમ પોલીસને સોંપી દીધી. જેને કારણે હવે સમગ્ર દેશમાં તેમની ચર્ચા થઈ રહી છે.

વર્જિનીયાના ડેવિડ અને એમિલી શાન્ટ્ઝ કેરોલિન કાઉન્ટી સ્થિત પોતાના ઘરે બાળકો સાથે પિકઅપ ટ્રકમાં જતા હતા, રસ્તામાં અમુક અંતરે જવા પર તેમને રોડની એકબાજુએ 2 બેગ જોવા મળી.

ડેવિડે ગાડી રોકી અને બેગ જોઈ. તેની પર સરકારી મોહર લાગેલી હતી. જે અમેરિકન પોસ્ટ વિભાગની હતી. ડેવિડે બેગને ઉપાડી ગાડીમાં નાખી અને નીકળી પડ્યો. ડેવિડે ઘરે જઈ બેગ ખોલી તો તેમાંથી એક મિલિયન ડૉલર એટલે કે અંદાજે 7.50 કરોડ રૂપિયા હતા. પ્લાસ્ટિકની થેલીઓ પર કૈશ વૉલ્ટ લખેલું હતું. જે પછી તે્ને કેરોલિન કાઉન્ટી પોલીસને જાણ કરી. થોડા સમયમાં પોલીસ તેના ઘરે પહોંચી.

કેરોલિન શેરિફ મેજર સ્કૉચે જણાવ્યું કે, તેઓ આ પૈસા રોડ પર કોણે નાંખ્યા તેની તપાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત મહામારીના સમયે ડેવિડ અને એમિલીની પ્રામાણિકતા લોકો માટે આદર્શ ઉદાહરણ છે.

તેમણે પૈસા બચાવવાની સાથે કોઈને મુશ્કેલીમાં સપડાતા અટકાવ્યા. અમેરિકન ડાક વિભાગની આ બેગમાં રહેલી રકમ કોઈ બેંકમાં ડિપોઝિટ કરવા માટે મોકલવામાં આવી રહી હતી.

You cannot copy content of this page