Only Gujarat

FEATURED International

દુનિયાની સૌથી ખતરનાક જેલ જ્યાં કેદીઓ એકબીજાની કરી નાખે છે હત્યા

સમાજમાં શાંતિ અને સલામતીની વ્યવસ્થા બનાવવા માટે દોષીઓને જેલની સજાની કાયદામાં જોગવાઇ છે. દુનિયામાં આવેલી જેલો વિશે આપે અત્યાર સુધી ઘણું સાંભળ્યું હશે. કેટલીક જેલોમાં કેદીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. તો બીજી તરફ કેટલીક એવી જેલો છે. જેમાં થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવે છે. આજે એવી જેલીની વાત કરીશું, જે દુનિયાની સૌથી ખતરનાક જેલ છે. આ જેલમાં દરેક ઘડી કેદીઓ પર ભારે હોય છે. જેલમાં કેદીઓનું જીવન સતત જોખમમાં જ રહે છે.

આ ખતરનાક જેલનું નામ ગીતારામા સેન્ટ્રલ જેલ છે. જે આફ્રિકી દેશ રવાંડામાં આવેલી આ જેલ કેદીઓ માટે ખૂબ ખતરનાક જગ્યા છે. એવું માનવામાં આવે છે કે, આ જેલમાં સુરક્ષાકર્મીઓ કેદીઓને બિલકુલ નુકસાન નથી પહોંચાડતા પરંતુ કેદીઓ જ એકબીજાની હત્યા કરી નાખે છે.

આ ક્રૂરતાની કહાણી માત્ર આટલી જ નથી. આપને જાણીને આશ્ચર્ય થશે, આ જેલમાં કેદીઓ એકબીજાની હત્યા કર્યાં બાદ તેમની લાશોને પણ ખાઇ જાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ ગીતારામ સેન્ટ્રલ જેલની ક્ષમતા 600 કેદીઓની છે પરંતુ અહીં 7,000થી પણ વધુ કેદીઓને રાખવામાં આવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ અહીં કે જેલમાં પુરતી જગ્યા ન હોવાથી હોવાથી કેદીઓ ઉભા-ઉભા જ દિવસો પસાર કરે છે.

ગીતારામ સેન્ટ્રલ જેલમાં કેદીઓ દિવસ-રાત ઉભા રહેતા હોવાથી કોઇને કોઇ બીમારીને ઝપેટમાં આવી જાય છે અને તેમનું મૃત્યુ થઇ જાય છે. એક મીડિયા રિપોર્ટ મુજબ એક દિવસમાં આ જેલમાં 8 લોકોનાં મોત થાય છે.

જો કે ગીતારામ જેલની આવી વ્યવસ્થાના મુદ્દે માનવાધિકાર સંગઠન વિરોધ પણ કરી રહી છે. આ વિરોધ બાદ પણ હજુ સુધી ગીતારામ સેન્ટ્રલ જેલની સ્થિતિમાં કોઇ જ સુધારો નથી આવ્યો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page