Only Gujarat

FEATURED National

પિતાની વેદના તો જુઓ…દીકરાની થઈ હત્યા પણ ખુલ્લા મનથી રડી પણ ના શક્યા

જયપુર: શહેરના વિદ્યાનગર સેક્ટર-6માં રહેતા પેટ્રોલ પંપ સંચાલક ટીઆર ગુપ્તાના ઘરની ખુશીઓ સોમવારે (7 સપ્ટેમ્બર) છીનવાઈ ગઈ. સવારે 11 વાગ્યે તેના 36 વર્ષના દીકરા નિખિલ ગુપ્તાને સીકર રોડ પર અજાણ્યા બદમાશોએ ગોળી મારી હત્યા કરી અને પૈસા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. પેટ્રોલ પંપનું છેલ્લા 2 દિવસનું કે કલેક્શન બેંકમાં જમા કરાવવા માટે નિખિલ પોતાની કારમાં એઆરજી કૉમ્પલેક્સ પહોંચ્યા હતા.

નિખિલ પાર્કિંગમાં કાર રાખીને જેવા બહાર આવ્યા કે બે બાઈક પર આવેલા બદમાશોએ તેના હાથમાંથી પૈસા ભરેલી બેગ છીનવી લીધી. બચાવ કરવા જતા નિખિલની ગોળી મારીને હત્યા કરી નાખી. લુંટારાઓ ભાગતા હતા તે સમયનું રેકોર્ડિંગ આસપાસ લાગેલા સીસીટીવીમાં કેદ થયું છે, જેમાં બે બાઈક પર સવાર 4 બદમાશ અને એક બદમાશ લૂંટાયેલી બેગ લઈને જતા નજરે પડે છે. તેના આધાર પર તેમની તપાસ કરવામાં આવી રહી છે.

દીકરાના મોતની ખબર સાંભળી પિતા બોલ્યા, પૈસા લઈ લેવા હતા, દીકરાને કેમ મારી નાખ્યોઃ ઘટનાની ખબર પડતા પોલીસે તેમના પિતાના ફોન કર્યો. રડતા રડતા પિતા ટીઆર ગુપ્તા પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં દીકરાના મોતની ખબર પડી તો તૂટી ગયા. તેમણે કહ્યું હતું કે બદમાશોને રૂપિયા લૂંટવા હતા તો લૂંટી લેતા પરંતુ મારા દીકરાની મારવાની ક્યા જરૂર હતી. હવે હું ક્યાંથી મારા દીકરાને પાછો લઈને જાઈશ. મારા હોનહાર દીકરાની તો કોઈ સાથે દુશ્મની પણ નહોતી.

ઘરનું ટીવી રાખ્યું બંધઃ પોલીસે નિખિલના શબને એસએમએસ હૉસ્પિટલના શબઘરમાં રખાવ્યું. જ્યાં કોરોના ટેસ્ટના સેમ્પલ લીધા. જેથી કોરોના ટેસ્ટની રિપોર્ટ ન આવે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ ન થઈ શક્યું. આ વચ્ચે, ટીઆર ગુપ્તા અને કેટલાક નજીકના સંબંધીઓ ઘરે પહોંચ્યા. પરંતુ અહીં પણ બુઝુર્ગ પિતા દીકરાના મોતના સમાચાર મનમાં દબાવીને જ બેઠા. મોડી સાંજ સુધી ઘરમાં હાજર નિખિલની બુઝુર્ગ માતા અને પત્નીને ખબર ન આપી. મીડિયાથી ખબર ન મળે એટલે ટીવી પણ બંધ રાખ્યું. ઘરની બહાર સન્નાટો હતો.

ચાર વર્ષની દીકરી થઈ પિતા વિનાનીઃ ઘરમાં એકલા રૂમમાં બેસીને ટીઆર ગુપ્તા દીકરાની યાદમાં રડવા લાગ્યા. પરંતુ આ દર્દને પરિવાર સાથે વહેંચવાની હિંમત ન થઈ. અહેવાલો છે કે નિખિલના ભાઈના જુલાઈમાં જ લગ્ન થયા હતા. નિખિલના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. તેની ચાર વર્ષની દીકરી પણ છે. ઘટનાની ખબર પડતા સ્થાનિક નેતા દિનેશ કાંવટ પણ તેના ઘરે પહોંચ્યા.

દિનેશ કાંવટે કહ્યું કે, નિખિલ મિલનસાર વ્યક્તિ હતો. ટીઆર ગુપ્તાએ વીકેઆઈમાં રોડ નંબર 12 પર પેટ્રોલ પંપ લીધો હતો, જેને નિખિલ સંભાળતો હતો. બે દિવસ શનિવાર અને રવિવારે રજાના કારે બેંકમાં કેશ કલેક્શન જમા નહોતો કરાવી શક્યો. એવામાં તે સવારે પૈસા લઈને બેંકમાં જમા કરાવવા ગયો હતો.

કેટલાક દિવસો પહેલા જ ગુપ્તા પરિવારના સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. પરંતુ તે બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ વચ્ચે જાણકારોએ કહ્યું કે, મૃતકના માતા હૉસ્પિટલમાં ભરતી હતી. તેઓ ચાર કે પાંચ દિવસ પહેલા જ રજા મળતા ઘરે આવ્યા હતા. હવે નિખિલના શબનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેનું પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવશે.

You cannot copy content of this page