Only Gujarat

Bollywood FEATURED

આમિરના ભાઈનો હવે કરન જોહર પર સનસનીખેજ આક્ષેપ, પાર્ટીમાં બધાની વચ્ચે જ કર્યું હતું…

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ બાદ બાલિવૂડમાં નેપોટિઝમ અને ગ્રૂપિઝમને લઇને ચર્ચાઓ થઇ રહી છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હવે નિસંકોચ નેપોટિઝમ અને ડિપ્રેશન પર વાત કરી રહ્યાં છે. આ સ્થિતિમાં આમિર ખાનના ભાઇ ફૈઝલ ખાને પણ આ મામલે પોતાની સાથે ઘટેલી ઘટના શેર કરી છે. કરણ જોહર દ્વારા અપમાનિત થયાની ઘટનાથી માંડીને તેમના પરિવારે જબરદસ્તી આપેલી ડિપ્રેશનની દવા સુધીની દરેક ઘટનાનો ખુલ્લીને ખુલાસો કર્યો છે.

ફૈઝલ વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેલા’ જોવા મળ્યાં હતા. ફૈઝલ ખાને બધી જ વાત હાલમાં જ આપેલા ઇન્ટરવ્યુમાં જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની ફેમિલીએ તેમને એક વર્ષ માટે ઘરમાં જ કેદ રાખ્યા હતા અને જબરદસ્તી દવાઓ આપી હતી. જો કે આ બધામાં એક આશા હતી કે, આ ખરાબ સમય છે, જે જતો રહેશે.

2007માં આવેલા એક રિપોર્ટમાં એવું બતાવવામાં આવ્યું હતું કે ફૈઝલ મેન્ટલી ફિટ નથી અને ડિપ્રશનમાં હોવાની સાથે તે સ્ક્રિઝોફેનિયાના પણ શિકાર છે. જો કે ફૈઝલે આ વિશે વાત કરતા કહ્યું હતું કે આ સમયે તે બિલકુલ ફિટ હતા. તેમણે જણાવ્યું કે જો તે માનસિક રીતે બીમાર હોત તો ફિલ્મ હેન્ડલ ના કરી શકત.

ફૈઝલે જણાવ્યું કે, જ્યારે તેમની પાસે તમામ બાબતોના હક છિનવી લેવામાં આવ્યા ત્યારે તેમને સમજાયું કે, હવે ખુદ માટે લડવું પડશે અને અધિકાર માટે અવાજ ઉઠાવવો પડશે. ત્યારબાદ કોર્ટ કેસ કર્યો અને કોર્ટમાં લડ્યાં. કોર્ટમાં તેની તરફેણમાં નિર્ણય આવ્યો અને તે જીતી ગયા.

ફૈઝલે બોલિવૂડમાં ચાલતા ગ્રૂપિઝમ અને ફેવરેટિઝમ પર પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં પક્ષપાત અને ગ્રૂપિઝમ તો છે. સમગ્ર દુનિયામાં આ બધું જ ચાલે છે. આ સ્થિતિમાં ઇન્ડસ્ટ્રી પણ તેનાથી અલગ નથી. જો આપનું કામ ફ્લોપ થઇ જાય તો આપની સાથે સારો વ્યવહાર નહી થાય. તેના તરફ કોઇ જોશે પણ નહીં અને આવું ફૈઝલ સાથે પણ થયું હતું.

ફૈઝલે આગળ લખ્યું કે, આમિર ખાનના 50માં જન્મદિવસે પણ તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. જો કે તેમણે અપમાન કરનારનું નામ તો જાહેર ન કર્યું તે સમયે કરણ જોહરે તેમની સાથે વિચિત્ર વર્તન કર્યું હતું. તેમને નીચા દેખાડવાની કોશિશ કરી હતી. જ્યારે તે કોઇ સાથ વાત કરવાની કોશિશ કરતા હતા તો તેમણે તેમનું અપમાન કર્યું હતું અને તેમને એ વ્યક્તિથી ડિસકનેક્ટ કરવાની કોશિશ કરી હતી. આવી અનેક વસ્તુઓ તેમની સાથે થઇ હતી. તેમની ફિલ્મ ‘મેલા’ બાદ એવું લાગ્યું કે, લોકો તેમના ક્રાફ્ટને જોઇને તેમને ફિલ્મમાં લેશે પરંતુ એવું ન બન્યું. તેમને કલાકો સુધી ઓફિસમાં બોલાવીને બેસાડી રાખવામાં આવતા. કેટલાક નિર્દેશકો તેમને મળવા માટે અપોઇન્ટમેન્ટ પણ નહોતા આપતા.

મીડિયા રિપોર્ટમાં ફૈઝલે આમીર ખાન પર સંપત્તિ પર ખોટી રીતે કબ્જો કરવાનો આરોપ લગાવ્યાનું પણ સામે આવ્યું હતું, ત્યારબાદ આમિર અને તેના પિતા તાહિર હુસૈનની કસ્ટડી મુદ્દે પણ વિવાદના સમાચાર આવ્યાં હતા. વર્ષ 2007મા ફૈઝલની મા અને બહેને તેમના લાપત્તા થવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસને તે લોનાવલામાં મળ્યાં હતા. ફૈઝલને વર્ષ 2007માં ઓક્ટોબરમાં જે.જે. હોસ્પિટલમાં ભરતીમાં કરવામાં આવ્યાં હતા, જ્યાં તે 5 સિનિયર મનોચિકિત્સકની સારવાર હેઠળ હતા. ત્યારબાદ ફૈઝલની કસ્ટડી તેમના પિતાને આપતા જણાવ્યું હતું કે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, બસ એકાદ-બે મહિને રૂટીન ચેકઅપ માટે આવી જાય.

You cannot copy content of this page