Only Gujarat

National

પિતાએ જ દીકરાને ઓક્સિજન આપી બચાવ્યો જીવ, શ્વાસ આપતાં-આપતાં હોસ્પિટલ લઈ ગયા

બિહારની આરા હોસ્પિટલમાં એક પિતાએ દીકરાને બચાવવા માટે મોંમાં શ્વાસ આપ્યો, જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. દીકરાની તબીયત અચાનક બગડી અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી તો પિતાએ મોંમાંથી શ્વાસ આપવાનું શરૂ કરી દીધું અને આ જ રીતે શ્વાસ આપતા-આપતા હોસ્પિટલ સુધી લઈ ગયા. ત્યારબાદ હોસ્પિટલમાં ઑક્સિજન સપોર્ટ પર આપતાં જ દીકરાની તબિયતમાં સુધારો થવા લાગ્યો છે. આ ઘટનાને જોનાર સૌ પિતા-પુત્રના આ પ્રેમનાં બહુ વખાણ કરી રહ્યાં છે.

પ્રસાદ ખાધા બાદ શ્વાસ લેવામાં તકલીફ
આ ઘટના આરા શહેરના ટાઉન વિસ્તારના ભલુહીપુર મહોલ્લાની છે, સંતોષ કુમારનો 18 વર્ષીય દીકરો કૄષ્ણ કુમાર એક પ્રાઈવેટ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણે છે. તેની તબિયત અચાનક બગડી. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ઉતાવળમાં સંતોષ કુમાર તેના દીકરાને હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડૉક્ટરોએ દીકરાની નાજુક પરિસ્થિતિ જોઈને તેને ઑક્સિજન પર લગાવવામાં આવ્યો. પણા યુવાનને ત્યાં રાહત ન મળી શકી. તેને હજી પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તે દુ:ખમાં કણસી રહ્યો હતો.

વારંવાર ઑક્સિજન કાઢી રહ્યો હતો દીકરો
યુવાન વારંવાર તેનો ઑક્સિજન માસ્ક કાઢી રહ્યો હતો. આ જોઈ પિતા સંતોષ કુમારથી રહેવાયુ નથી અને તે દીકરાને હોસ્પિટલમાં પોતાના મોંથી જ શ્વાસ આપવા લાગ્યા. થોડીવાર બાદ તેને ફરીથી ઑક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો અને થોડીવાર બાદ તબિયતમાં સુધારો થયો.

હોસ્પિટલમાં લાવતી વખતે પણ ઑક્સિજન આપ્યો
સંતોષ કુમારના જણાવ્યા અનુસાર, તેમનો દીકરો આજે મંદિરથી પ્રસાદ લઈને ઘરે આવ્યો અને અચાનક જ તબિયત બગડવા લાગી. તે કહેવા લાગ્યો કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારબાદ સંતોષ કુમાર દીકરાને મોંથી જ શ્વાસ આપવા લાગ્યા અને હોસ્પિટલ લઈ ગયા. આ દરમિયાન આખા રસ્તામાં તેઓ મોંએથી દીકરાને શ્વાસ આપતા રહ્યા.

હોસ્પિટલના ડૉક્ટર્સનું કહેવું છે કે, કૃષ્ણ કુમારની તબિયત પ્રસાદ ખાધા બાદ બગડી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમને ઈન્જેક્શન સાથે ઑક્સિજન સપોર્ટ પણ આપવામાં આવ્યો. થોડીવાર બાદ તેનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું.

You cannot copy content of this page