Only Gujarat

National

વરમાળા પહેરી લીધી ને ફેરા ફરવાનો સમય થતાં જ દુલ્હને લગ્ન કરવાની પાડી ના

દુલ્હાનું ઘર ગામમાં હોવાને કારણે દુલ્હને લગ્ન કાર્યક્રમની વચ્ચે જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. દુલ્હનની જીદ આગળ પરિવારમાંથી કોઈનું ચાલ્યું નહોતું પછી દુલ્હા સહિત તમામ જાનૈયાઓ વિલા મોંઢે પરત ફર્યા હતાં. આ અનોખી ઘટના ઉત્તર પ્રદેશના ઈટાવા જનપદની છે.

બંસરી ગામના નિવાસી વિપિન કુમારના લગ્ન જાલૌન જનપદની ડોલીની સાથે નક્કી કરવામાં આવ્યા હતાં. આ લગ્ન 22 જાન્યુઆરી શનિવારે સાંજે ચકરનગરના એક ખાનગી ગેસ્ટમાં યોજાવાના હતાં. સાંજે બંસરી ગામથી બારાત ધામધૂમથી ચકરનગરના એક ખાનગી ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી. બેંડ બાજાની સાથે ઘોડેસવારની કોર્યક્રમ યોજાયો હતો ત્યાર બાદ વરમાળાનો કાર્યક્રમ પણ સંપન્ન થઈ ગયો.

અડદી રાતે લગ્ન પ્રસંગનો કાર્યક્રમ શરૂ થયો તે સમયે પંડિતે દુલ્હા અને દુલ્હનને મંડપની નીચે બોલાવ્યા હતાં અને માંગ ભરવાની રસમ શરૂ થઈ હતી ત્યારે સાતે ફેરાનો કાર્યક્રમ શરૂ થવાનો હતો પરંતુ અચાનક દુલ્હનને ખબર પડી કે તેની વિદાય બાદ તેને બીહડમાં આવેલા બંસરી ગામે જવું પડશે અને ત્યાં જ રહેવું પડશે ત્યારે તેણે લગ્નના સાત ફેરા ફરે તે પહેલાં જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

વર અને વહુ પક્ષના લોકોએ દુલ્હનને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ તે માની નહોતી અને પોતાની જીદ પર અડગ હતી. ત્યાર બાદ દુલ્હા અને દુલ્હનના પરિવારજનો વચ્ચે તણવાની સ્થિતિ બની ગઈ હતી. લગ્ન સ્થળ પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે પણ દુલ્હનને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ દુલ્હને વાત માની નહોતી. પરંતુ આગેવાનોની હાજરીમાં અંદરો-અંદર સમાધાન કરીને દુલ્હન વગર જ જાનૈયાઓ પર ફર્યા હતાં અને દુલ્હાને ખાલી હાથ ઘરે પરત ફરવું પડ્યું હતું.

ચકરનગરના પોલીસ અધિકારી સુનિલ કુમારે જણાવ્યું કે, કાયદાકીય પ્રક્રિયા માટે બંન્નેમાંથી એક પણ પરિવાર દ્વારા કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. બન્ને પક્ષોના લોકોએ અંદરો અદર સમાધાન કરવાનો નિર્ણય કર્યો હતો.

You cannot copy content of this page