Only Gujarat

National TOP STORIES

ભારતની આ દીકરીની વાત વાંચીને છાતી ગજ ગજ ફૂલશે, વગર હથિયારે પાકને કર્યું હતું સાફ!

નવી દિલ્લી: કારગિલ ગર્લ ગુંજન સક્સેના એક વાર ફરી ચર્ચામાં છે. કારગિલ યુદ્ધમાં પોતાની જાતને સાબિત કરી ચુકેલી ગુંજન સક્સેના પર એક ફિલ્મ બની છે. ફિલ્મનું નામ છે ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ.’ ફિલ્મમાં ગુંજનની ભૂમિકા શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરે નિભાવી છે. આ ફિલ્મમાં ગુંજન સક્સેનાના જીવન અને બહાદુરીને બતાવવામાં આવી છે. આ મોકા પર અમે તમને ભારતીય વાયુસેનાની જાંબાઝ પાયલટ ગુંજન સક્સેના વિશે જણાવી રહી છે, જેણે હથિયાર વિના જ પાકિસ્તાનની ગોળીઓ અને મિસાઈલોનો સામનો કર્યો. જે બાદ તેમને કારગિલ ગર્લના નામે ઓળખવામાં આવી.

ગુંજન ભારતીય વાયુસેનામાં ફ્લાઈટ લેફ્ટનન્ટ રહી ચૂક્યા છે. હવે તેઓ રિટાયર થઈ ચૂક્યા છે. ગુંજન એ મહિલાઓમાંથી છે, જેની હિંમત અને દેશપ્રેમે સાબિત કર્યું છે કે ચાહે ઘર હોય કે યુદ્ધનું મેદાન, મહિલાઓ પોતાની જાતને સાબિત કરી શકે છે. ગુંજન સક્સેના દેશના પહેલાં મહિલા પાયલટ હતાં, જેમણે યુદ્ધના ક્ષેત્રમાં ઉડાન ભરી. તેમણે નિડર રહેતા યુદ્ધના ક્ષેત્રમાં ચીત્તા હેલિકોપ્ટર ઉડાવ્યું. આ દરમિયાન તેમણે સેના સુધી તમામ જરુર સામાન પહોંચાડ્યો. સાથે જ ઘાયલ જવાનોનું રેસ્ક્યૂ પણ કર્યું.

ગુંજને યુદ્ધના ક્ષેત્રમાં અનેક વાર ઉડાન ભરી. દુશ્મન સેના એટલે કે પાકિસ્તાન તરફથી તેના પર સતત નિશાન લગાવવામાં આવી રહ્યા હતા. ત્યાં સુધી કે તેના હેલિકોપ્ટર અને રૉકેટ લૉન્ચર અને મિસાઈલ પણ છોડવામાં આવી, પરંતુ દરેક વખતે નિશાન ચૂકાઈ ગયું અને ગુંજન બચી ગયાં હતાં.ગુંજન પાસે એ સમયે કોઈ હથિયાર નહોતું. તેઓ હથિયાર વગર જ પાકિસ્તાનની સેનાનો મુકાબલો કરતાં રહ્યાં હતાં. તેમણે યુદ્ધના ક્ષેત્રમાં અનેક જવાનોનું રેસ્ક્યૂ કર્યું.

ગુંજનના ભાઈ અને પિતા બંને ભારતીય સેનામાં હતા. તેમણે ગ્રેજ્યુએશનના સમયે દિલ્લીની સફદરગંજ ફ્લાઈંગ ક્લબ જૉઈન કરી. જ્યારે તેમને ખબર પડી કે વાયુસેનામાં મહિલા પાયલોટ્સની ભરતી ચાલી રહી છે, તેમણે પરીક્ષા આપી અને તેઓ પાસ થયાં ગયાં હતાં.

એ સમયે મહિલાઓને ઉડાન ભરવાની અનુમિત પણ નહોતી, પરંતુ મહિલા પાયલોટ્સને જેવો મોકો મળ્યો, તેમણે પોતાની જાતને સાબિત કરી. કારગિલ યુદ્ધના સમયે ગુંજન અને શ્રી વિદ્યાને યુદ્ધ ક્ષેત્રમાં મોકવામાં આવ્યાં.

ગુંજનને તેમની વીરતા માટે રાષ્ટ્રપતિ શૌર્ય વીર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

You cannot copy content of this page