Only Gujarat

National TOP STORIES

શામીની પત્ની હસીન જહાંનો કટ્ટરપંથીઓને સવાલ, રમઝાનમાં છુપાઈને કેમ જોવો છો યુવતીઓના…..

સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંનો વીડિયો વાયરલ થવા પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી છે. એક ટ્રોલરને લખ્યુકે, રમઝાનના મહિનામાં આવા ડાન્સ કરીને તમે મોહમ્મદ શમી જેવા ક્રિકેટરનું નામ ખરાબ કર્યુ છે. હવે હસીને આ ટ્રોલર્સને આડેહાથ લીધા છે. તેણે કહ્યુ, રમઝાનના પવિત્ર મહિનામાં લોકો સ્ત્રીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોવે તે પણ ઠીક નથી. આવા લોકો નકલી એકાઉન્ટથી પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢે છે.

હસીને કહ્યું કે, અમુક લોકો પાક મહિનાની આડમાં અનિયંત્રિત નિવેદનો કરી રહ્યા છે. એવાં લોકો અમને એ જણાવે કે, રમઝાનનાં મહીનામાં તમે અન્ય સ્ત્રીઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટને કેમ જોઈ રહ્યા છો.

તેણે ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, ઈસ્લામમાં આંખોની શરમ જ સૌથી મોટો પડદો ગણાવ્યો છે. મારી પોતાની જીંદગી છે. હું કંઈ પણ કરી શકું છુ. જ્યારે ઈચ્છુ ત્યારે નાચુ-ગાઉ. કોઈને તેની સાથે શું મતલબ.

ઉલ્લેખનીય છેકે, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ થયા બાદ હસીન જહાંના 20 હજારથી વધારે ફોલોઅર્સ વધી ગયા છે. વીડિયોમાં હસીન જહાં પોતાની એક દોસ્તની સાથે સ્કર્ટમાં ડાંસ કરી રહી છે. ત્યારે હવે અમુક લોકો રમઝાનનાં મહિનામાં આ વીડિયોને શેર કરવા પર તેને ટ્રોલ કરી રહ્યા છે.

એક યૂઝરે કટાક્ષ કરતાં લખ્યુકે, શમીએ તારી સાથે લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે. શમીને છૂટાછેડા આપી દે. કેમ તેનું જીવન બરબાદ કરી રહી છે. તો અન્ય એક યુઝર nabi_hasan_0786એ લખ્યુ, આંટીઓનો ડાન્સ, શમી ભાઈ તમે બહુજ લકી છો જે આવી છોકરીથી બચી ગયા, જે રમઝાનમાં પણ દારુ પીને નાના કપડામાં ડાન્સ કરી રહી છે.

જણાવી દઈએકે, વીડિયોમાં હસીન ‘દમ મારો દમ’ ગીત પર એક ક્લબમાં ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેણે આ વીડિયો શેર કરતાં લખ્યુ છે, દુનિયા કી પરવાહ કરે ક્યો…!

આ પહેલાં પણ હસીન જહાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે બૉલીવુડના ગીત કાંટા લગા પર ડાંસ કરી રહી હતી. તે સમયે પણ લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. જે બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી તેણે એ વીડિયો હટાવી દીધો હતો.

હસીન જહાં પોતાની લાઈફને લઈને હંમેશા હેડલાઈન્સમાં છવાયેલી રહે છે. તેણે વર્ષ 2018માં શમી પર ઘણા આરોપો લગાવ્યા હતા. સાથે જ ફેસબુક એકાઉન્ટ ઉપર કેટલીક તસવીરો શેર કરીને દાવો કર્યો હતોકે, શમી અન્ય કોઈ મહિલાની સાથે ખોટી ચેટ કરે છે.

જોકે, શમીએ આ બધા જ આરોપોને ખોટા ગણાવ્યા હતા. ત્યારથી શમી અને તેની પત્ની અગલ રહી રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ શમીએ ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા સાથે લાઈવ ચેટમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ખુલાસો કરતાં કહ્યુ હતુકે, હું તે સમયે આ બધી વસ્તુઓથી એટલો કંટાળી ગયો હતોકે, મે ત્રણ-ત્રણવાર આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page