Only Gujarat

National TOP STORIES

રસ્તા ઉપર થૂંક્યા બાદ અક્કડમાં ચાલી રહ્યો હતો આ વ્યક્તિ પછી જે થયું તે જાણી તમે પણ કહેશો બરોબર થયું!

રસ્તા પર થૂંકનારા લોકો ઉપર કડકાઈ દેખાડતા ભોપાલ નગર મહાનગરપાલિકાએ એક શખ્સ પર 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેણે સફાઈ પણ કરી. પહેલાં તેની પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલવાનો હતો. પરંતુ બાદમાં જ્યારે તેણે તેની ભૂલ માની અને સફાઈ કરવા પર રાજી થયો તો દંડને અડધો કરી દેવામાં આવ્યો હતો. આ મામલો ગુરૂવારે કોરોના સંક્રમિત ક્ષેત્ર શબ્બન ચાર રસ્તે જોવા મળી હતી.

પોલીસને જોઈને બદલાયું વર્તન
બપોરે દોઢ વાગે જ્યાં મહાનગર પાલિકાની ટીમ ઉભી હતી. તે દરમ્યાન સહાયક સ્વાસ્થ્ય અધિકારી રાજ્ય શ્રવણની નજર વોર્ડ-34 નિવાસી અબ્દુલ શફીર પર પડી. તે દૂધ વેચે છે. શફીકે રસ્તા પર પાનની પીચકારી થૂંકી હતી. તે માટે તેને રોકવામાં આવ્યો હતો.

તેને પુછવામાં આવ્યુ મિયાં રસ્તા પર કેમ થૂંકી રહ્યા છો? ખબર નથી કે તે ગુનો છે. તેની ઉપર મિયાં નારાજ થઈ ગયા હતા. પહેલાં મિંયાં દંડ ભરવા માટે રાજી થયા ન હતા.

પરંતુ બાદમાં પોલીસને જોઈને તેનું વર્તન બદલાઈ ગયું હતું. ગુરૂવારે મહાનગર પાલિકાએ લગભગ 6 જગ્યાઓ ઉપર થૂંકનારા લોકો ઉપર કાર્યવાહી કરી હતી. જણાવી દઈએકે, ભોપાલનાં જહાંગીરાબાદ કોરોનાનું હૉટ સ્પોટ છે.

માનવામાં આવી રહ્યુ છેકે, ભોપાલમાં થૂંકનારા લોકો પર અત્યાર સુધીમાં આ મોટો દંડ છે. બાદમાં શફીક મિયાંએ પણ માન્યુ કે તેમનાથી ભૂલ થઈ છે.

હોટસ્પોટ વિસ્તારમાં આ વ્યક્તિને 15 રૂપિયાનું પાન ખાઈને રસ્તામાં થૂંકવું ભારે પડ્યું, જાણો આટલા રૂપિયાનો ફટકાર્યો દંડ

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page