Only Gujarat

National

કોરોનામાં ધંધો ચોપાટ થઈ જતાં સેક્સ વર્કર્સ અપનાવ્યો નવો રસ્તો

કોરોના મહામારી વચ્ચે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનની અસર દેશના દરેક વર્ગ પર પડી છે. ઉત્તર કોલકાતાના રેડ લાઈટ વિસ્તાર સોનાગાછીમાં સેક્સ વર્કર્સની રોજી-રોટી પર સંકટ ઉભું થયું છે. એવામાં સોનાગાછીના કેટલાક સેક્સ વર્કર્સે પોતાના કામ કરવાની રીતને હાઈટેક કરી દીધી છે. હવે તેઓ પોતાના કસ્ટમર્સને ફોન સેક્સની રજૂઆત કરી રહી છે. આ દરમિયાન પૈસાની લેવડ-દેવડ માટે ડિજિટલ પેમેન્ટની માંગણી કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણની સેક્સ વર્કર્સ પર ખૂબ જ ખરાબ અસર પડી છે. તેમના માટે કમાણીનું કોઈ સાધન ન હોવાના કારણે તેમના ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. એવામાં જેની પાસે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટની સુવિધા છે, તેઓ ફોન સેક્સ અને વીડિયો કૉલિંગની મદદથી થોડી કમાણી કરી લે છે. તો જેમની પાસે આવી સુવિધા નથી, તેઓ આવકનું અન્ય માધ્યમ શોધી રહી છે.

યેલ સ્કૂલ ઑફ મેડિસિન અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના શિક્ષાવિદોએ કોવિડ-19 ટ્રાન્સમિશન ઑન ઈન્ડિયામાં રેડ-લાઈટ એરિયાઝના સતત બંધ હોવાના પ્રભાવ પર એક રિસર્ચ કર્યું છે. રિસર્ચ અનુસાર, લૉકડાઉન ખમત કર્યા બાદ રેડ-લાઈટ વિસ્તારને બંધ રાખવામાં આવે છે તો, કોલકાતામાં કોવિડ-19ના ના મામલા ચરમ પર પહોંચવામાં 36 દિવસોનું અંતર આવશે.

ફોન સેક્સની માંગણી
15 વર્ષોથી લૈલા દાસ(નામ બદલ્યું છે) એક દિવસમાં પાંચ કસ્ટમર્સને મળતી હતી. આ દરમિયાન કેટલાક સેક્સ ઈચ્છતા હતા, જ્યારે કેટલાક તેમની કંપની. લૈલા સોનાગાછીના સેક્સ વર્કર્સમાંથી એક છે. જ્યારે માર્ચમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી, તો તેમના તમામ કસ્ટમર ગાયબ થઈ ગયા. જો કે, હાલમાં તેણે પોતાના કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. કોરોના મહામારી દરમિયાન લૈલા હાઈટેક થઈ ગઈ છે અને કસ્ટર્સને ફોન સેક્સ કરીને કમાણી કરી રહી છે.

વીડિયો કૉલ માટે જવાનો રેટ 500 રૂપિયા
લૈલાએ કહ્યું કે ફોન સેક્સ પહેલા સામાન્ય રીતે બેંકમાં પૈસા મળી જાય છે. વીડિયો કૉલ માટે જવા માટે 500 રૂપિયા છે જે લગભગ 30 મિનિટ સુધી રહે છે. જેણે જણાવ્યું કે દરેક કસ્ટમર બેંકમાં પૈસા નથી મોકલી શકતા. કેટલાક લોકો જેઓ નજીકમાં રહે છે તે દૂધ કે કરિયાણાની વસ્તુ લેવાના બહાને ઘરની બહાર નીકળે છે અને પૈસા દઈને છોડી દે છે. જો કે આ દરમિયાન કેટલાક છોકરીઓને દગો પણ આપે છે.

95% સેક્સ વર્કર્સ કરી રહી છે ફોન સેક્સ
દરબાર મહિલા સમિતિની અધ્યક્ષ બિશાખા લશ્કરના અનુસાર, ‘સંક્રમણ ફેલાવાને લઈને સૌ કોઈ ડરે છે. તે જે ગલીમાં લે છે, ત્યાં કુલ 130 છોકરીઓ રહે છે. જેમાંથી 95 ટકા ફોન સેક્સ કરે છે.’ તેમણે જણાવ્યું કે આ પહેલા નોટબંધી દરમિયાન પણ સેક્સ વર્કર્સને આવી સમસ્યા થઈ હતી.

 

You cannot copy content of this page