Only Gujarat

FEATURED International

આ જગ્યાએ કોરોનાએ નહીં પણ આ બિમારીએ છીનવી લીધા 20 હજાર મહિલાઓના સુહાગ

દુનિયામાં કોરોનાનો કહેર ફેલાયેલો છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દરેક દેશમાં મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. પરંતુ સેન્ટ્રલ અમેરિકાના ચિચિગલ્પામાં કોરોના નહીં, પરંતુ કોઈ અન્ય રોગને કારણે જવાન પુરૂષો મૃત્યુ પામે છે. આ દેશને વિધવાઓનો દેશ તરીકે પણ ઓળખાય છે. આખરે, એવું શું કારણ છે, જેના કારણે આ દેશમાં પુરુષો નાની ઉંમરે મરી જાય છે.

મધ્ય અમેરિકાના ચિચિગાલ્પાને આઈલેન્ડ ઓફ વિડો પણ કહેવામાં આવે છે. અહીં રહેતા લા ઇસ્લા સમુદાયમાં પુરુષો કિડનીની બિમારીથી ગ્રસ્ત છે. આ લોકો શેરડીની ફેક્ટરીમાં કામ કરે છે.

આ કારખાનાઓમાં કામ કરતા કામદારો ખાસ પ્રકારની એક કિડનીની બીમારીથી પીડાઈ છે. આને કારણે પુરુષો મરી જાય છે. જેના કારણે મહિલાઓ વિધવા થઈ જાય છે.

અહીં રહેતા 49 વર્ષનાં એક મજૂરના શરીરને ધફન કરતાં લોકોની તસવીર. આ સમુદાયના લોકો અહીં શેરડીનાં ખેતરોમાં કામ કરે છે.

એક માણસ જેણે દાયકાઓ સુધી શેરડીનાં ખેતરમાં કામ કર્યુ હતુ. તે પોતાની પુત્રી સાથે ઘરે જ ડાયાલિસીસ કરાવતા. તે અને તેમનો 24 વર્ષનો પુત્ર જે બંને ખેતરમાં કામ કરતાં હતા તેઓ બંને કિડનીની બિમારીથી પિડીત છે.

કિડનીની બિમારીથી પીડિત 29 વર્ષિય મજૂર ચિચિગલ્પામાં શેરડીનાં ખેતરોમાં ઉભો હતો.

સુરક્ષા ગાર્ડ સ્થાનિક શ્રમિકો અને લા ઇસ્લા ફાઉન્ડેશનના સભ્યને ખેતરોમાં થતા અત્યાચાર વિશે જણાવે છે. લા ઇસ્લા વિસ્તારમાં એક એનજીઓ છે જે આ પ્રદેશમાં કિડની રોગની વધતી ઘટનાઓને સંબોધિત કરે છે.

લોકો 36 વર્ષીય વ્યક્તિના મોત પર શોક વ્યક્ત કરતા લોકો. આ વ્યક્તિએ 12 વર્ષ સુધી ખેતરોમાં કામ કર્યુ હતુ.

શેરડીના બે પૂર્વ કામદારોના અંતિમ સંસ્કાર માટે લોકો એકઠા થયા હતા. લા ઇસ્લા ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, 2002થી 2012 સુધી, ચિચિગલ્પામાં 35થી 55 વર્ષની વયના પુરુષોનું 75% મૃત્યુ કિડની રોગ માટે જવાબદાર છે.

એક વિધવા તેના ઘરના ગેટ પર ઉભી હતી. તેણે કિડનીની બીમારીથી તેના પતિ અને બે ભાઈઓને ગુમાવ્યા હતા. એક પિતા અને પુત્ર, જે કિડનીની બિમારીથી બીમાર છે, બંને ચિચેરલ્પા નજીકના દરિયાકાંઠાના શહેર, પ્યુર્ટો કોરિન્ટોમાં બીચ પર બંને પાણીમાં. અહીંના લોકોએ હવે તેમના મોતને સ્વીકાર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page