Only Gujarat

National TOP STORIES

લોકડાઉનમાં યોજાયા દેશનાં સૌથી અનોખા લગ્ન, 3 ફૂટનો દુલ્હો અને 4 ફૂટની દુલ્હને કર્યાં લગ્ન

લોકડાઉનના મોટાભાગના લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેને સમાચારોમાં સ્થાન પણ મળ્યું છે, પરંતુ આ લોકડાઉનનાં સૌથી રસપ્રદ લગ્ન છે. જોકે આ પહેલા પણ આવા લગ્નો થઈ ચૂક્યા છે, પરંતુ લોકડાઉનમાં થયેલા આ લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. દુલ્હનની ઉંચાઈ માત્ર 4 ફૂટ છે. જ્યારે, વરરાજા તેના કરતા એક ફૂટ નીચો છે. વરરાજાની ઉંમર 29 વર્ષ છે, જ્યારે કન્યા તેનાથી 10 વર્ષ નાની છે. વાસ્તવમાં, ઉંચાઇ ઓછી હોવાને કારણે બંનેને તેમના જીવન સાથી મળી રહ્યા ન હતા. કહે છેકે, જોડીઓ ઉપરવાળો બનાવે છે. બંને આ લગ્નથી ખુશ છે.

આ લગ્ન ધુલે જિલ્લાના શિરપુર તાલુકામાં બુધવારે થયા હતા. વરરાજાનું નામ ઝામરૂ રાજેન્દ્ર કોલી છે. દુલ્હનનું નામ નયના છે.

વરરાજા અને કન્યાએ બધાને પહેલાં જ સ્પષ્ટતા કરી હતીકે, લગ્નમાં લોકડાઉનનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં.

ઝામરૂએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે નયનાએ 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. બંનેના લગ્ન પહેલાં નક્કી કરી નાંખ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે ટળી રહ્યા હતા.

આખરે બુધવારે કેટલાક પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા.

એક ધાર્મિક વિધિ દરમિયાન ઝામરુ અને નયના. બંનેએ કહ્યું કે તેઓ ખુશ છે કે તેમને પણ જીવનસાથી મળી ગયા છે.

દુલ્હનની ઉંચાઈ માત્ર 4 ફૂટ છે. જ્યારે, વરરાજા તેના કરતા એક ફૂટ નીચો છે. વરરાજાની ઉંમર 29 વર્ષ છે, જ્યારે કન્યા તેનાથી 10 વર્ષ નાની છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page