Only Gujarat

FEATURED National

પ્રેમી અને પ્રેમિકાને આપત્તિજનક પરિસ્થિતિમાં હતા ને બાળક આવી ગયો પછી…..

ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે નિર્દોષ બાળક પ્રિન્સની હત્યાના રહસ્યનો પર્દાફાશ કર્યો છે. વાસ્તવમાં, બાળકનો દોષ એ હતો કે, તેણે એક્સ્ટ્રા મેરિયલ અફેરમાં લિપ્ત કપલને આપત્તિજનક હાલતમાં જોઈ લીધા હતા. તેથી આરોપીઓએ પોલ ખુલ્લી જવાનાં ડરથી માસૂમ બાળકની હત્યા કરી હતી. આ કેસનો ખુલાસો કરતાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

હત્યાની આ ઘટના 20 ઓક્ટોબરની છે. બિસાંડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચૌંસડ ગામે 8 વર્ષીય માસૂમ ‘પ્રિન્સ’ ની હત્યા કરવામાં આવી હતી. આરોપી દ્વારા તેનો મૃતદેહ પુઆલમાં છુપાવ્યો હતો. આ કેસનો ખુલાસો કરતાં પોલીસે દંપતી સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, ખૂની પ્રેમી કપલને બાળકે આપત્તિજનક સ્થિતીમાં જોયા હતા. જેના કારણે તેઓએ તેની ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ તળાવની પાસેના પુઆલનાં ઢગલામાં છુપાવી દીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાને અપહરણનો એન્ગલ આપવાની કોશિશ કરતા હત્યારાઓએ કેટલીક ભૂલો કરી હતી. જેના કારણે તેઓ પોલીસના રડારમાં આવી ગયા હતા. બાંદા એસપી સિદ્ધાર્થ શંકર મીણાએ જણાવ્યું હતું કે આ કેસમાં પરિણીત મહિલા, તેના પ્રેમી અને અન્ય એક મદદગાર સાથે જેલમાં મોકલવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ કેસમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સીએમ યોગી વિરુદ્ધ એક ટ્વીટ કર્યું હતું અને તેમને બેદરકાર ગણાવ્યા હતા. કોલેજના શિક્ષક રાજેશ કુશવાહનો 8 વર્ષિય માસૂમ પુત્ર 19 મી તારીખે રમતી વખતે ઘરની બહારથી ગુમ થયો હતો.

બીજા દિવસે તેનો મૃતદેહ તળાવમાં નજીકના પુઆલના ઢગલામાંથી મળી આવ્યો હતો. અપહરણ બાદ આ કેસ હત્યા માનવામાં આવતો હતો. પરંતુ ઘટનાના ઘટસ્ફોટથી બધાને આશ્ચર્ય થયુ, આ કેસ ગેરકાયદેસર સંબંધનો મામલો બન્યો.

માહિતી આપતાં એસપી મીનાએ જણાવ્યું હતું કે કુશવાહા પરિવારના પડોશમાં રહેતી પરિણીત મહિલાના અંકિત નામના વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. ઘટનાના દિવસે જ્યારે બાળક મહિલાના ઘરે પહોંચ્યું ત્યારે તે બંને વાંધાજનક હાલતમાં હતા. બાળકને જોઇને બંને ડરી ગયા હતા. તેઓએ વિચાર્યું કે બાળક તેમની પોલ ખોલી દેશે.

આ વાતના ડરથી બંનેએ તેની ગળું દબાવી હત્યા કરી હતી. આ કામમાં છોટા ગુપ્તા નામના વ્યક્તિએ બંનેને ઠેકાણે લગાવવાની અને અપહરણની કહાની ઘડવામાં બંનેની મદદ કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.

You cannot copy content of this page