Only Gujarat

Bollywood

ચહેરા પર સોજો ને વધેલું પેટ, કરીના કપૂર હવે ઠીક ચાલી પણ નથી શકતી, છતાં ફટોફટ પતાવી રહી છે કામ

મુંબઈઃ કરીના કપૂર ખાન હાલ પોતાના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. કરીનાની પ્રેગ્નન્સીનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે અને હવે તેનો બેબી બંપ પણ સાફ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કરીના ઘરમાં આરામ કરવાના બદલે પોતાનું કામ પુરું કરી રહી છે. એટલું જ નહીં તે નિયમિત રીતે સાંજે ફરવા જરૂર નીકળે છે. જો કે, હવે કરીનાને હાલવા-ચાલવામાં પણ પરેશાની થઈ રહી છે. તે ચાલતા ચાલતા વારંવાર પોતાના પેટને સંભાળતી નજર આવે છે. રવિવારે, 8 નવેમ્બરના રોજ કરીના મહેબૂબ સ્ટૂડિયોમાં એક શૂટ માટે પહોંચી. સ્ટૂડિયોમાંથી કરીનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે તેને વેનિટી વેનમાંથી નીકળતા સમયે ખૂબ જ પરેશાની થઈ રહી છે. તેને સીડીઓથી ઉતરતા સમયે પોતાના સાથીનો સહારો લેવો પડ્યો.

એટલું જ નહીં ફોટોમાં જોઈ શકાય છે કે તે વારંવાર ચાલતા સમયે પોતાના બેબી બંપને હાથ લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે કરીના બીજી વાર માતા બનવા જઈ રહી છે. આવતા વર્ષે તે પોતાના બાળકને જન્મ આપશે. શૂટિંગ પહેલા કરીનાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા. જો કે, તેણે હાથથી ઈશારો કરીને સૌને દૂરથી જ ફોટો ક્લિક કરવાનું કહ્યું.

નોંધનીય છે કે હાલ કરીના દીકરા તૈમૂર સાથે ઘરે એકલી છે. પતિ સૈફ અલી ખાન ફિલ્મ ‘ભૂત પોલિસ’ના શૂટિંગ કરવા માટે હિમાચલમાં છે. આમ તો કરીના પણ પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે ઑક્ટોબરમાં દિલ્લી ગઈ હતી. કરીના પ્રેગનેન્સીમાં પોતાનું ખૂબ જ ધ્યાન રાખી રહી છે. તે પોતાના ડાયેટ અને અને હેલ્થ પર ધ્યાન આપી રહી છે. પ્રેગ્નન્સીમાં તેના ચહેરાનો ગ્લો ઓછો નથી થયો. જો કે, તેનું વજન વધી રહ્યું છે. તેણે કેટલીક એડ પણ શૂટ કરી છે.

કરીનાએ હાલમાં જ જણાવ્યું હતું કે જ્યારે તેણે પતિ સૈફ અલી ખાનને પોતાની બીજી પ્રેગનેન્સી વિશે જણાવ્યું ત્યારે તેનું કેવી રીએક્શન હતું. કરીનાએ કહ્યું હતું કે તેના પરિવારથી બિલકુલ ફિલ્મી રિએક્શન નહોતું મળ્યું. ત્યાં સુધી કે સૈફનું રિએક્શન પણ સાવ નૉર્મલ હતું. કેટલાક દિવસો પહેલા કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે તે બીજી પ્રેગનેન્સીમાં ફરી નથી કરવા માંગતી. કરીનાએ કહ્યું હતું કે, તે જ્યારે તૈમૂરના સમયે પ્રેગનેન્ટ હતી ત્યારે લોકો તેને ખૂબ જ જમવા માટે કહેતા હતા અને એ રીતે તેનું વજન 25 કિલો વધી ગયું હતું. આ વખતે તેણે વજન બિલકુલ વધારવું નથી. બસ હેલ્ધી અને ફિટ રહેવું છે.

ઉલ્લેખનીય છે કે સૈફ અને કરીનાએ આ ખુશખબરી આપવા માટે એક ઑફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. કરીનાએ એ પણ જણાવ્યું હતું કે તે તૈમૂરના સમયે છેલ્લા સમય સુધી એક્ટિવ રહી હતી. પરંતુ ત્યારે તેણે એડ શૂટ કરી હતી. પરંતુ આ વખતે તે ફિલ્મનું શૂટિંગ કરતી પણ નજર આવી. કરીના આમિર સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં નજર આવશે. ફિલ્મ 2021માં રિલીઝ થશે.

કરીનાની ફિલ્મ ‘વીરે દે વેડિંગ’ અંગેના પમ એક સમાચાર સામે આવ્યા છે. મેકર્સે ફિલ્મનો બીજો ભાગ બનાવવાની જાહેરાત કરી છે. નિર્માતા નિખિલ દ્વિવેદીએ એ ખુલાસો કર્યો હતો કે, તે જલ્દી જ ‘વીરે દે વેડિંગ’ની સીક્વલની શરૂઆત કરશે. નિખિલે કહ્યું કે, અમે આ ફિલ્મ જરૂરથી બનાવવા માંગીએ છે પરંતુ અમે કરીનાના બાળકનો જન્મ થાય તેની રાહ જોઈ રહ્યા છે. એકવાર તેનો જન્મ થઈ જાય પછી અમે ફરી શૂટિંગ શરૂ કરી શકીએ.

કેટલાક મહિલાના પહેલા એક ઈન્ટરવ્યૂમાં કરીનાના પાપા રણધીર કપૂરને પૂછવામાં આવ્યું કે તેની નાની દીકરી કરીનાના બીજા બાળકના રૂપમાં દીકરો જોઈએ કે દીકરી? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, દીકરી હોય કે દીકરો. અમને માત્ર એક સ્વસ્થ, ખુશહાલ બાળક જોઈએ છે. અને હું તમને જણાવી દઉં કે આખું કપૂર ખાનદાન તેના માટે ખૂબ જ એક્સાઈટેડ છે.

વાત કરીએ કરીનાના વર્કફ્રંટની તો તે કરન જૌહરની આવનારી મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ થશે. તેમાં અનિલ કપૂર, વિક્કી કૌશલ, રણવીર સિંહ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.

You cannot copy content of this page