Only Gujarat

FEATURED Sports

‘યુનિવર્સલ બોસ’ની પાર્ટીની તસવીરો જોઈને થશે ઈર્ષ્યા, શરાબ ને શબાબ સાથે ક્રિસ ગેલ મળ્યો જોવા

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ હવે પોતાના અંતિમ પડાવ પર છે. 10 નવેમ્બરે આ વર્ષની વિજેતા ટીમની જાહેરાત થઈ જશે. પહેલીવાર ભારતમાંથી બહાર દુબઈમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા કોરોનાના કારણે તે કેન્સલ થવાનો ખતરો હતો. પરંતુ આખરે સૌરવ ગાંગુલીના કારણે આખી સિઝન સારી રીતે થઈ. આ વચ્ચે અનેક ટીમો બહારનો રસ્તો જોઈ ચુકી છે. આ વખતે પણ કિંગ્સ ઈલેવન પંજાબ પ્લે ઑફમાંથી બહાર નીકળી ગઈ. સીરિઝની શરૂઆતમાં જ આ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. પરંતુ આ બાદ ક્રિસ ગેલે માહોલ જ બદલી નાખ્યો. તેના આવ્યા બાદ ટીમ એક પછી એક મેચ જીતી અને ફાઈનલની આશા જગાવી. જો કે એવું બન્યું નહીં. આ વચ્ચે ક્રિસ ગેલે પોતાના ઈન્સ્ટા પર દુબઈમાં આઈપીએલમાંથી બહાર આવ્યા બાદ પાર્ટી કરતા એક પછી એક અનેક ફોટોસ શેર કર્યા છે. આવો તમને બતાવીએ કેવી રીતે આ મસ્તમૌલા ખેલાડી દુબઈમાં પોતાનો સમય પસાર કરી રહ્યો છે.

ક્રિસ ગેલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોટ પાર્ટીના અનેક વીડિયોઝ શેર કર્યા છે. આ પાર્ટીમાં ડાન્સર્સના ગ્રુપને બોલાવવામાં આવ્યું હતું. વીડિયોઝની સાથે ક્રિસ ગેલે લિવિંગ ધ લાઈફ કેપ્શન પણ મુક્યું.

પાર્ટીમાં અનેક છોકરીઓ પણ નજર આવી, જે શરાબ સાથે ડાન્સ કરતી હતી. આ દરમિયાન ક્રિસ ગેલ જ વીડિયો બનાવી રહ્યા હતા. કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલમાંથી બહાર નિકળી ચુકી છે. જે બાદ ક્રિસ ગેલ દુબઈમાં બચેલા સમયને આ રીતે વિતાવતો જોવા મળ્યો.

તેણે શેમ્પેઈન ઉડાવતા પાર્ટી કરી. જણાવી દઈએ કે ક્રિસ ગેલ આવી વાઈલ્ડ પાર્ટીઓ માટે જાણીતા છે. તમે તેને હંમેશા મસ્તીના મૂડમાં જ જોશો.કહેવામાં આવી રહ્યું છે કે આ ગેલની છેલ્લી આઈપીએલ હોય શકે છે. જો કે, તેમણે આધિકારીક રીતે આ વિશે કોઈ જ જાહેરાત નથી કરી.

કિંગ્સ ઈલેવન પંજાબના છેલ્લા મેચમાં ગેલ ભાવુક થઈ ગયા હતા, જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ હવે ગેલની રમત આઈપીએલમાં ન જોવા મળે. નોંધનીય છે કે આ વર્ષે ગેલ મોડા આઈપીએલમાં આવ્યા હતા. તેમના આવતા પહેલા ટીમનું પ્રદર્શન નિરાશાજનક હતું. જો કે ગેલે આવતાની સાથે જ ધમાલ મચાવી હતી.

ક્રિસ ગેલ હાલમાં સોંગ અને આલ્બમ પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેમના વીડિયો શેર કરતા પણ નજર આવે છે. ગેલની આ પાર્ટી શરાબ અને ડાન્સ સાથે સવારથી મોડી રાત સુધી ચાલતી નજરે પડી. જેના વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

You cannot copy content of this page