Only Gujarat

National

ટીવી એક્ટ્રેસે પારંપરિક રીતિ રિવાજથી ગ્વાલિયરમાં કર્યા વૈભવી લગ્ન, આવો હતો માહોલ

મુંબઈ: ટીવીના પૉપ્યુલર શો સુહાની સી એક લડકી ફેમ રાજશ્રી રાની લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. રાજશ્રીમાં પોતાના લૉન્ગટાઈમ બૉયફ્રેન્ડ ગૌરવ મુકેશ જૈને 20 નવેમ્બરે લગ્ન કર્યા. તેણે પારંપરિક રીતિ રિવાજથી ગ્વાલિયરમાં ગૌરવ સાથે સાત ફેરા લીધા. કપલના લગ્નના ફોટોસ સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યા છે. પ્રી-વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત હલ્દી અને મહેંદી સેરેમની થઈ. કોરોના વાયરસના લઈને રાજશ્રી અને ગૌરવે પોતાના મહેમાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ ઉપાયો અપનાવ્યો હતો. જણાવી દઈએ કે ગૌરવે શોમાં રાજશ્રીમાં ભાઈનો કિરદાર નિભાવ્યો હતો.

રાજશ્રીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલાક ફોટોસ શેર કર્યા છે. ફોટોઝમાં તે ગૌરવ સંગ રોમાન્ટિક પોઝ દેતી જોવા મળી રહી છે. તો ગૌરવ પણ લગ્નને લઈને ખૂબ જ ખુશ લાગી રહી છે.

ફોટોમાં રાજશ્રી લાલ રંગના પાનેતરમાં નજર આવી રહી છે. તેણે પોતાનો લૂક હેવી જ્વેલરી સાથે કંપ્લીટ કર્યો. હેવી નેકલેસ સાથે માંગ ટીકો અને મોટી નથ પહેરીને રાજશ્રી ખૂબ જ ખૂબસૂરત નજર આવી રહી હતી.

દૂલ્હો ગૌરવ વ્હાઈટ શેરવાનીમાં દેખાયો. દિલચસ્પ વાત એ છે કે રાજશ્રી અને ગૌરવે સ્ટાર પ્લસના શો સુહાની સી એક લડકીમાં રીલ લાઈફ ભાઈ-બહેનની ભૂમિકા નિભાવી હતી. હવે તેઓ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

બંનેના લગ્ન સાદાઈથી થયા છે. લગ્નમાં માત્ર નજીકના દોસ્તો અને સંબંધીઓને જ બોલાવવામાં આવ્યા હતા.

પોતાના લગ્નના કેટલાક દિવસો પહેલા રાજશ્રી ગૌરવ સાથે શૉપિંગ માટે દિલ્લી પહોંચી હતી. રાજશ્રીએ ગૌરવના કેટલાક પરિવારના સભ્યોની સાથે કરોલ બાગ અને ચાંદની ચોકથી શૉપિંગ કરી હતી.

જેમાં રાજશ્રીએ કહ્યું હતું કે, જ્યારે હું ચાંદની ચોક ગઈ, તો મે અનેક લહેંગા અને સાડીની દુકાનો જોઈ. મે અનેક લહેંગા જોયા. હું મારા લગ્નમાં સફેદ લહેંગો પહેરવા માંગતી હતી, પરંતુ મારા પરિવારના લોકોને આ આઈડિયા પસંદ ન આવ્યો.

સુહાની સી એક લડકી શો 2014માં આવ્યો હતો. આ દરમિયાન જ રાજશ્રી અને ગૌરવની મુલાકાત થઈ હતી. આ શોમાં રાજશ્રીનું નામ સુહાની હતું. જેમાં તેણે એક એવી છોકરીનો કિરદાર નિભાવ્યો હતો, જેનો રંગ શ્યામ હતો અને આ રંગના કારણે સૌ તેનો મજાક ઉડાવતા હતા.

You cannot copy content of this page