Only Gujarat

National

લગ્નની વિધિ બાદ ચાલતી હતી સુહાગરાતની તૈયારી, દુલ્હનોએ કર્યું એવું કે ઉડી ગયા બધાના હોશ

આગ્રા(યુપી): તાજ ગરી આગ્રાથી એક હેરાન કરી દેનારી ખબર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બે સગા ભાઈઓએ બે સગી બહેનો સાથે લગ્ન કર્યા. પરંતુ, બંને દુલ્હન સુહાગરાતના ઠીક પહેલા શૌચના બહાને ફિલ્મી અંદાજમાં ઘરેણાં-રૂપિયા લઈને ફરાર થઈ ગઈ. દુલ્હનની શોધ કર્યા બાદ તેની ભાળ ન મળતા દુલ્હા નિરાશ થઈ ગયા. તો, બંને દુલ્હનના વિદાય થઈને સાસરિયે બાહ પોલીસ સ્ટેશન વિસ્તારના ફરેરા ગામ આવવાના ત્રણ કલાક બાદ ફરાર થવાની ઘટના ચર્ચાનો વિષય બની છે.

બાહ પોલીસ સ્ટેશનના ફરેરા ગામ નિવાસી બે સગા ભાઈઓના લગ્ન ગુરુવારે સોનભદ્રની બે સગી બહેનો સાથે થયો. રાત્રે લગભગ 11 વાગ્યા લગ્નની વિધિઓ ખતમ થઈ ગઈ. જે બાદ તેની વિદાય થઈ ગઈ. આરોપ છે કે દુલ્હનોના ભાઈએ લગ્નના બદલે એક લાખ રૂપિયા પણ લીધા. (પ્રતિકાત્મક તસવીર)

રાત્રે લગભગ એક વાગ્યે બંને સાસરે પહોંચી. દુલ્હને શૌચ જવાની વાત કરી .સાસુ બંને વહૂઓને લઈને ખેતરે ગઈ હતી. જ્યાં એક દુલ્હને પોતાના લોટામાં લાવેલું પાણી ફેલાવી દીધું. પછી, સાસુને પાણી લેવાના બહાને ત્યાંથી મોકલી દીધી. સાસુ પાણી લઈને પાછા આવ્યા તો બંને દુલ્હનને ત્યાંથી ગાયબ પામ્યા. તે ગભરાઈ ગઈ, તેને લાગ્યું કે દુલ્હનોની સાથે કાંઈક ખોટું ન થઈ ગયું હોય. (પ્રતિકાત્મક તસવીર)

સાસુએ પરિવારના લોકોને તેની જાણકારી આપી. તે ગામના લોકો મળીને ગાયબ દુલ્હનોની શોધમાં જોડાઈ ગયા. પરંતુ, બંનેની ભાળ ન મળી. દુલ્હન પોતાના ઘરેણાં પણ સાથે લઈ ગઈ. જેનાથી સ્વજનોને વિશ્વાસ થઈ ગયો કે દુલ્હન પોતાની મરજીથી ગાયબ થઈ છે. (પ્રતિકાત્મક તસવીર)

જણાવવામાં આવ્યું છે કે દુલ્હનોએ પહેલાથી જ ભાગવાની તૈયારીમાં હતી. જેથી એક ગાડી પહેલેથી જ ગામની બહાર ઉભી હતી. આશંકા છે કે બંને દુલ્હનોનું એડ્રેસ ખોટું પણ હોય શકે છે. તે સોનભદ્રની જગ્યાએ બીજા કોઈ જિલ્લાની હોય શકે છે. બંને દૂલ્હા અને તેનો પરિવાર પરેશાન છે. પિતાએ બંને દીકરાઓના લગ્ન માટે એક લાખ રૂપિયા પણ આપ્યા હતા. જેનાથી તેમનું ઘર વસી જાય. પરંતુ દીકરાના લગ્ન થયાના ત્રણ કલાક બાદ જ દુલ્હનો ગાયબ થઈ જતા પિતાનું સપનું તૂટી ગયું. (પ્રતિકાત્મક તસવીર)

You cannot copy content of this page