Only Gujarat

National

સંક્રમિત વ્યક્તિના મૃતદેહને બાળવાથી હવામાં ફેલાય છે કોરોના? આ વાતનું ખાસ રાખવું ધ્યાન, નહીંતર…

નવી દિલ્લી: કોરોના મહામારીએ આખી દુનિયામાં ડર પેદા કરી દીધો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનના માધ્યમથી લોકો પોતાના જીવને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાથી મરતા લોકો માટે પણ અલગ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. પરંતુ શું કોરોનાથી મરતા લોકોનું શબ પણ સંક્રમણ ફેલાવે છે? કોરોનાથી મરતા લોકોના શરીરમાં વાયરસ કેટલા સમય માટે એક્ટિવ રહે છે? આજે આ જ સવાલોના જવાબ આપીએ છે.

મોત બાદ પણ શરીરમાં જીવતો રહે છે વાયરસ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોઈ શખ્સના મોત સાથે તેના શરીરમાં રહેલો કોરોના વાયરસ નથી મરતો. વાયરસ શરીરમાં ત્યાં સુધી જીવતો રહે છે જ્યાં સુધી વ્યક્તિના શરીરમાં ફ્લૂડ એટલે કે તરલ રહે છે. પરંતુ તેને દફન કરી દેવામાં આવે તો પણ તેના શરીરનું તરલ ખતમ થતા લગભગ 3-4 દિવસ લાગી જાય છે.જો કોઈ દફનાવવામાં આવેલા વ્યક્તિને 3 થી 4 દિવસમાં કાઢવામાં આવે છે તો તેનાથી બીજા વ્યક્તિને સંક્રમણ થવાનો ખતરો છે.

જ્યારે એ સવાલ ઉઠે છે કે જો શબને દફનાવવાના બદલે બાળવામાં આવે તો તે વધુ સુરક્ષિત રહેશે. જેના પર મીડિયા રિપોર્ટ્સમાં ખબર પડે છે કે બંને જ રીત સુરક્ષિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઈબોલા દરમિયાન એક એડવાઈઝરી જાહેર કરી હતી કે મૃતકો સંક્રમિત વ્યક્તિને દફનાવી શકે છે, પરંતુ કેટલાક બચાવવાના ઉપાયો કરવાના રહેશે. જો કે બાળ્યા બાદ રાખથી કોઈ ઈન્ફેક્શન નથી થતું. જો કે દફનાવ્યા બાદ 3 થી 4 દિવસ સુધી ખતરો રહે છે.

દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના મૃતદેહથી વાયરસ ફેલાવા પર એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ મૃતદેહોથી નથી ફેલાઈ શકતો. તે રેસ્પિરેટરી સિસ્ટમના લિક્વિડ કફ અને લાળથી ફેલાય છે. તે ખાંસવાથી કે છીંકવાથી ફેલાય છે. એટલે મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં કોઈ ખતરો નથી. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ મૃતદેહને બાળવાથી હવામાં નથી ફેલાતો.

ચીનમાં કોરોના વાયરસમાં મૃતકોને દફનાવવાના કારણે બાળવામાં આવી રહી છે. ત્યાં તો સરકાર એટલી સખત છે કે, જો પરિવારના લોકો બાળવા માટે રાજી ન થાય તો પણ હૉસ્પિટલને પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેઓ શબને બાળી નાખે. કારણ કે તેના પાછળ એક કારણ એ પણ છે કે ચીનમાં સંક્રમણથી એટલી વધુ મોત થયા છે કે દફનાવવાની પ્રક્રિયા કઠિન થઈ જાત.

ભારતમાં દફનાવવા અને બાળવાને લઈને વિવાદ થયો હતો. મુંબઈમાં તો બાળવાને લઈને આદેશ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ વિવાદ થયા બાદ તેને પાછો લઈ લેવામાં આવ્યો હતો.

મૃતદેહોને બાળવા અને દફનાવવા, બંનેથી કોઈ સમસ્યા નથી. બસ સરકારનું ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ. ગાઈડલાઈનના અનુસાર, અંતિમ સંસ્કાર દરમિયાન 20થી વધુ લોકોએ ભેગા ન થવું જોઈએ. એ સિવાય મૃતદેહને અડી નથી શકાત, તેમને ચૂમી નથી શકતા, તેમને નવડાવી-ધોવડાવીને નવા કપડા નથી પહેરાવી શકતા. સરકારની ગાઈડલાઈનના પ્રમાણે, શબને એક સીલ પેક બેગમાં રાખવું જોઈએ. પરંતુ એ સિવાય હલ્કા નહીં પરંતુ ઉંડા ખાડામાં દફનાવવુ જોઈએ.

You cannot copy content of this page