Only Gujarat

National

કોરોનાને કારણે માનવજાતે પહેલીવાર જોઈ આ 10 તસવીરો, ખરાબ સમયમાં પણ શીખવા મળી 10 સારી વસ્તુઓ

નવી દિલ્લી: કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર મચેલો છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકોના મોત થયા છે. 23 લાખથી વધુ લોકો સંક્રમિત છે. કોરોનાને ફેલાવાથી રોકવા માટે તમામ દેશોમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. એવામાં હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ સંકટના વાદળો છે. જો કે તમામ છતા કોરોના વાયરસ અને લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો છવાઈ ગયા છે. જો કે તેમ છતાં કોરોના વાયરસ અને લૉકડાઉનના કારણે કેટલીક એવી પણ વસ્તુઓ થઈ છે, જે આપણા માટે સારી સાબિત થઈ રહી છે.

1. આખી દુનિયામાં કોરોડો લોકો ધોવા લાગ્યા હાથ
હાથ ધોવા એક સારી બાબત છે. ભારતીય સંસ્કૃતિમાં જમતા પહેલા હાથ ધોવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. પરંતુ હાલમાં જ કેટલાક વર્ષોમાં તેમાં પરિવર્તન જોવા મળ્યું હતું. પરંતુ હવે એકવાર ફરી ભારત જ નહીં આખી દુનિયાના લોકોને હાથ ધોવાની આદત પડી ગઈ છે. હવે કરોડો લોકો થોડી થોડી વારમાં હાથ ધોઈ રહ્યા છે. ખરેખર, કોરોના વાયરસનો અત્યાર સુધી કોઈ ઈલાજ નથી મળ્યો. એવામાં સાફ સફાઈ, ખાસ કરીને હાથ ધોવાનું ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. WHO અને સરકારના વારંવાર કહેવાથી એક વાર ફરી લોકોએ હાથ ધોવાનું શરૂ કરી દીધું છે.

2. કોરોનાના કારણે જર્મ્સ અને રોગ ફેલાવતા વાયરસોનો થયો સફાયો
એટલું જ નહીં કોરોનાના કારણે આજે આખા દેશમાં સાફ સફાઈ થઈ રહી છે. દરેક જગ્યાને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. જેનાથી ન માત્ર કોરોનાના પરંતુ તમામ બાકીના જર્મ્સ અને રોગ ફેલાવતા વાયરસો, જેનાથી ન્યૂમોનિયા, મલેરિયા વગેરે ફેલાય છે, તે પણ નષ્ટ થઈ રહ્યા છે. જેનાથી આગળ પણ ઘણો લાભ મળશે.

3. લોકો ઘરે વિતાવી રહ્યા છે સમય
લૉકડાઉનના કારણે તમામ ઉદ્યોગ, ધંધા અને ઑફિસ બંધ છે. અચાનક થયેલા લૉકડાઉનના કારણે લોકો ઘરમાં રહ્યા છે. વ્યસ્ત જિંદગી હોવાના કારણે લોકો પરિવારને સમય નહોતા આપી શકતા. પરંતુ હવે લૉકડાઉનમાં લોકો પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.

4. રોડ એક્સીડેન્ટ ઓછા થયા
દુનિયાભરમાં દરરોજ 3, 424 લોકોને અકસ્માતો થાય છે. એટલે કે દર 1 મિનિટે બે લોકોના મોત થાય છે. લૉકડાઉનમાં લોકો ઘરમાં રહે છે. જેનાથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે.

5. હવા-પાણી શુદ્ધ થયા
ભારતમાં 25 માર્ચે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. છેલ્લા 25 દિવસથી ઉદ્યોગ ધંધા અને કારખાના બધુ બંધ છે. વાહન પણ નથી ચાલી રહ્યા. એવામાં હવા ખૂબ જ શુદ્ધ થઈ રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં હવાની ગુણવત્તા પહેલા કરતા ખૂબ જ વધારે સારી થઈ ગઈ છે. ત્યાં જ ગંગા, યમુના સહિત તમામ નદીઓનું પાણી ઘણી હદ સુધી શુદ્ધ અને સ્વચ્છ થઈ ગયું છે.

6.ખર્ચ થયો ઓછો
લૉકડાઉનના કારણે મૉલ, સિનેમા હૉલ, કોમ્પલેક્સ અને રેસ્ટોરેન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. એવામાં લોકો ન તો એવી જગ્યાએ જઈ રહ્યા છે અને ન તો પૈસા ખર્ચ કરી રહ્યા છે. લૉકડાઉનના કારણે લોકો માત્ર જરૂરી ચીજો પર જ લોકો ખર્ચ કરી રહ્યા છે.

7. વૉરિયર્સનું મહત્વ ખબર પડ્યું
દુનિયાભરમાં કોરોનાની સામે જંગ ચાલી રહ્યો છે. આ જંગમાં ડૉક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ સિવાય પોલીસકર્મી, મીડિયા કર્મી, સફાઈ કર્મી, સુરક્ષાદળો અને જરૂરી સેવામાં લાગેલા લોકો પોતાના જીવ પર ખેલીને લોકોની જરૂરિયાતને પુરી કરી રહ્યા છે. મહામારીના આ સમયમાં અમને આ વૉરિયર્સનું મહત્વ ખબર પડી છે.

8. પરોપકાર માટે પ્રોત્સાહિત થયા
કોરોના વાયરસથી આખી દુનિયા ચપેટમાં આવી છે. એવામાં આ અદ્રશ્ય દુશ્મન સામેની જંગમાં ભાગ લેવા માટે આખો દેશ આગળ આવ્યો છે. વેપારીઓથી લઈને સામાન્ય લોકો સુધી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ મદદ માટે આગળ આવી રહ્યા છે. કોઈ આર્થિક મદદ કરી રહ્યા છે તો કોઈ ગરીબોને રાશન અને જમવાનું આપી રહ્યા છે. કોરોના સંકટના સમયે લોકોમાં પરોપકારની ભાવના જોવા મળી રહી છે.

9. સ્વાસ્થ્ય સેવાઓ સારી કરવાનો મોકો
કોરોનાના કારણે દુનિયાભરના દેશોએ પોતાની સ્વાસ્થ્ય સેવાઓ સારી બનાવવા માટે પગલાં લીધા છે. કોરોનાની સામે ઉઠાવવામાં આવેલા પગલાં આવનારા સમયમાં પણ કામ આવશે. એવામાં માત્ર દેશોની સ્વાસ્થ્ય સુવિધાઓ આગળ હશે, પરંતુ તમામ પોતાની અર્થવ્યવસ્થાનો કેટલોક ભાગ સ્વાસ્થ્ય સુવિધાઓ પર ખર્ચ કરશે.

10. પોતાને ગમતા કામ પર ધ્યાન દેવાનો મળ્યો સમય
લૉકડાઉનના કારણે તમામ લોકો ઘરે રજા માણી રહ્યા છે. એવામાં તેમને પોતાને ગમતા કામ પર ધ્યાન આપવાનો સમય મળ્યો છે. કોઈ પોતાની પસંદની બુક વાંચી રહ્યું છે તો કોઈ જમવાનું બનાવી રહ્યું છે. એ સિવાય કોઈ ઈન્ટરનેટ પર પોતાના પસંદની વસ્તુઓ શોધી રહ્યા છે અને કોઈ ઘરમાં મદદ કરવાનું શીખી રહ્યું છે. ત્યાં જ, બાળકો પણ ઈન્ટરનેટના માધ્યમથી પોતાની રુચિના વિષયો વાંચી રહ્યા છે.

 

You cannot copy content of this page