Only Gujarat

FEATURED National

આ છે ભારતની ટોપ 7 બોર્ડિંગ સ્કૂલ, અહીંયા ભણવવાની રીત છે તદ્દન અલગ ને જૂદી

નવી દિલ્હીઃ ભારતમાં નવી શિક્ષણ નીતિ પર કામ થઇ રહ્યું છે, ત્યારે આજે ભારતની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા વિશે વાત કરીશું. આપણા દેશમાં એવી શ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલ છે, જ્યાં અભ્યાસ કરાવવાની પદ્ધતિ સાવ અલગ હોવાની સાથે સર્વશ્રેષ્ઠ છે. આ બોર્ડિંગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આંતરારાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પર્ફોર્મ કરવાની તકર મળે છે. ભારતની આ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે અને તેમની અંદર રહેલી પ્રતિભાને ખીલવાનો મોકો મળે છે. તો પ્રકૃતિની ખોળામાં આવેલા સર્વશ્રેષ્ઠ શિક્ષણધામ વિશે થોડું જાણીએ.


દેહરાદૂનની દૂન સ્કૂલ સર્વશ્રેષ્ઠ બોર્ડિંગમાંની એક માનવામાં આવે છે, જે બોયઝ સ્કૂલ છે. આની સ્થાપના 1935માં થઈ હતી. આ સ્કૂલના વિદ્યાર્થીઓ આઇબી, આઇસીએઇ અથવા આઇજીસીએસઇમાંથી બોર્ડમાં તેમનો અભ્યાસ પૂરો કરી શકે છે. સ્કૂલની ઓફિશિયલ વેબસાઇટ doonschool.com છે.

‘ધ વેલહમ ગર્લ્સ દેહરાદૂન’ આ એક ઉત્તરાખંડની ખાનગી શાળા છે. જેની સ્થાપના 1957માં થઇ હતી, જે ગર્લ્સ માટેની સ્કૂલ છે. આ સ્કૂલ ભારતની સર્વશ્રેષ્ઠ ગર્લ્સ સ્કૂલોમાંની એક માનવામાં આવે છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભાનો પરિચય આપવાનો અવસર મળે તેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આ સ્કૂલની વેબસાઇટ welhamgirls.com છે.


મેયો સ્કૂલ અજમેર, રાજસ્થાનની બોયઝ બોર્ડિંગ સ્કૂલ છે, જે 1875માં સ્થાપિત કરવાામાં આવી હતી. જે ભારતની સૌથી પ્રાચીન સ્કૂલમાંથી એક છે. આ સ્કૂલ સીબીએસસી સાથે સંલગ્ન છે. વિદ્યાર્થીઓને રમત-ગમત માટેની શ્રેષ્ઠ સુવિધા આપવા માટે પણ આ સ્કૂલ ફેમસ છે. આ કોલેજની વેબસાઇટ છે. mayocollege.com

લોરેન્સ સ્કૂલ સનાવર શિમલાની પાસે હિમાચલ પ્રદેશમાં એક પ્રાઇવેટ બોર્ડિંગ સ્કૂલ છે, જેની સ્થાપના 1847માં થઇ હતી. આ સ્કૂલની રિચનેસ, ઇતિહાસ અને તેના પ્રભાવનના કારણે સ્કૂલને દેશની પ્રતિષ્ઠિત સ્કૂલોની યાદીમાં સામેલ છે. તેની ઓફિશિયલ વેબસાઇટ sanawar.edu.in છે.

કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી, સામાન્ય રીતે તે સીજેએમ વેવરલીના નામે વધુ પ્રસિદ્ધ છે. આ ગર્લ્સની બોર્ડિંગ સ્કૂલ છે. 1845માં ઉત્તરાખંડમાં તેની સ્થાપના થઇ હતી. કૈથોલિક અને ગેર કૈથોલિક બંને વર્ગના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. આ સ્કૂલના એજ્યુકેશન પ્રોગ્રામ ખૂબ જ વખણાય છે. આ સ્કૂલ સીબીએસસી સાથે સંલગ્ન છે. તેની ઓફિશિયલ વેબસાઇટ cjmwaverley.org છે.

સિંધિયા સ્કૂલ એક બોયઝ બોર્ડિંગ સ્કૂલ છે, જે ભારતની શ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલમાંથી એક છે. તેના સૂરમ્ય વાતાવરણ માટે જાણીતી આ સ્કૂલ ગ્વાલિયરના કિલ્લામાં આવેલી છે, જે સીબીએસસી સાથે સંલગ્ન છે. સિંધિયા સ્કૂલની ઓફિશિયલ વેબસાઇટ scindia.edu છે.

સેન્ટ પોલ સ્કૂલ ભારતના પશ્ચિમ બંગાળના દાર્જલિંગ શહેરમાં આવેલી છે. તે બોયઝ માટેની ઇન્ડિપેન્ડેટ બોર્ડિંગ સ્કૂલ છે. આ 1823માં સ્થાપિત કરાઇ હતી. જે એશિયાની સૌથી પ્રાચીન પબ્લિક સ્કૂલ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્કૂલને તેના પરંપરાગત મૂલ્યો અને શિસ્તના કારણે પૂર્વ ઇન્ટર્ન પણ કહેવામાં આવે છે. સ્કૂલમાં CISCEનો અભ્યાસક્રમ ચાલે છે. આ સ્કૂલની ઓફિશિયલ વેબસાઇટ stpaulsdarjeeling.com છે.

You cannot copy content of this page