Only Gujarat

National

એક સમયે દેશના ટોચના ધનવાનોમાં થતો હતો સમાવેશ, હવે મિલકત વેચવાનો આવ્યો વારો

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની કંપનીઓને વેચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના પ્રમાણે રિલાયન્સ કેપિટલે પોતાની સંપત્તિના મોનેટાઈઝેશન માટે પગલું લીધું છે. આ આખી પ્રક્રિયા માટે એસબીઆઈ કેપિટલ અને જેએમ ફાઈનાન્સને નિયુક્ત કરવામાં આવ્યા છે.

એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે આ અઠવાડિયે રુચિ પત્ર(ઈઓઆઈ) જાહેર કરવામાં આવશે. મતલબ કે જે લોકોને સંપતિ ખરીદવામાં દિલચસ્પી હશે. તેમણે રુચિ પત્ર દાખલ કરવાનું રહેશે. જેને ભાગીદારી માટે આવેદન માનવામાં આવે છે. આવેદક રિલાયન્સ કેપિટલમાં નિયંત્રક હિસ્સેદારી, કે વ્યક્તિગત સંપત્તિઓ કે અન્ય સંપતિઓ માટે બોલી લગાવી શકે છે.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ કેપિટલ પોતાના ઋણદાતાઓને ચૂકવણી કરવામાં ચૂક કરી ચુક્યા છે. રિલાયન્સ કેપિટલની મહત્વપૂર્ણ સંપતિઓમાં રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ હેલ્થ અને રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની છે.

અન્ય સંપતિઓમાં રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્સ્યોરન્સ છે. આ નિપ્પન લાઈફની સાથે 51:49ની ભાગીદારીમાં છે. આ સિવાય રિલાયન્સ કેપિટલની રિલાયન્સ એસેટ રીકંસ્ટ્રક્શન કંપનીમાં 49 ટકા ભાગીદારી છે.

You cannot copy content of this page