ઈશા અંબાણીનું છેલ્લા બે વર્ષમાં રિલાયન્સમાં વધ્યું કદ, આવી છે કામ કરવાની સ્ટાઈલ

ઇશા અંબાણી પરિવારના ટેલિકોમ અને રિટેલ વ્યવસાયમાં વર્ષ 2014થી જોડાઇ છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેનું નેતૃત્વ ટોચ કક્ષાનું છે. છેલ્લા બે વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેની જવાબદારી અને ભૂમિકા વધી ગઇ છે.

બિઝનેસ ટૂડે મેગેઝિનના 4 ઓક્ટોબરના અંકમાં ઇશા અંબાણીને ઇન્ડિયાની મોસ્ટ પાવરફૂલ વૂમનની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ મેગેઝિન મુજબ હાલમાં જ્યારે ફેસબુકથી જિયો પ્લેટફોર્મ (JPL)માં રોકાણની વાતચીત ચાલી રહી હતી, તો ઇશા જ આ વાતચીત કરી રહી છે. . જિયોએ લગભગ 43,74 કરોડ રૂપિચામાં જિયો પ્લેટફોર્મની 9.99% પાર્ટનરશિપ ખરીદી છે.


વધતુ રહ્યું કદ
ડિસેમ્બરમાં વાતને આગળ વધારવા માટે ઇશા તેમના ભાઇ આકાશ અંબાણી સાથે ચાર્ટડ ફ્લાઇટથી અમેરિકાના કેલિફોર્નિયા ગઇ હતી. અહીં તેમણે ફેસબુકના મુખ્ય કાર્યલયની મુલાકાત લીધી હતી. આટલું જ નહીં તેમણે ગૂગલ, ક્વાલકોલ અને ઇન્ટેલ જેવી કંપનીને રિલાયન્સ સાથે જોડીને તેમાં રોકાણ કરાવવાનું કામ પણ તેમની જ લીડરશીપમાં થયું.

હાલમાં જ રિલાયન્સ રિટેલે જ્યારે 24, 713 કરોડ રૂપિયામાં ફ્યૂચર ગ્રૂપના રિટેલ, લોજિસ્ટિક્સ અને વેયરહાઉસિંગ વ્યવસાયના સંપાદનની જાહેરાત કરી. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તરફથી મુકેશ અંબાણીના બદલે ઇશા અંબાણી દ્વારા જ આ નિવેદન રજૂ કરાયું હતું.

જિયોના લૉન્ચ પાછળ ઇશાની પ્રરેણા
ઇશા અંબાણીની પ્રેરણાથી જ વર્ષ 2016માં રિલાયન્સ સમૂહ દ્વારા રિલાયન્સ જિયોની શરૂઆત કરવામાં આવી. વર્ષ 2011માં જ્યારે ઇશા અંબાણી ઇન્ટરનેટની સ્પીડના કારણે પરેશાન હતી. ત્યારબાદ તેને જ વિચાર આવ્યો કે, શું આપણે ઝડપી ઇન્ટરનેટ સેવા માટે ટેલિકોમ સેવા શરૂ ન કરી શકીએ? આટલું જ નહીં ફેશન પોર્ટલ Ajio.com લોન્ચ થવા પાછળ પણ તેમની જ પ્રેરણા છે. તે રિલાયન્સના ઇ- કોમર્સ વેન્ચર જિયોમાર્ટની પણ દેખરેખ રાખે છે.

આકાશ અને ઇશા રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોમાં એક-બીજાની કમીને પૂરી કરે છે. ઇશા બંને કંપનીનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સંભાળે છે. તો આકાશ ટેકનોલોજીને વધુ વિકસિત કરવામાં પોતાનું યોગદાન આપે છે. રિલાયન્સના છેલ્લા એજીએમમાં આ બંને ભાઇ-બહેને જિયો માટે બિઝનેસ પ્લાન રજૂ કર્યો હતો.

ઇશા અને આકાશ અંબાણીને હાલમાં જ મેગેઝિનના ફોર્ચ્યૂનના 40 અન્ડર 40માં સ્થાન મળ્યું છે. ઇશા અને આકાશ તરફથી ફોર્ચ્યૂન મેગેઝિને કહ્યું કે, તેમણે જિયોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જિયોમાર્ટ લોન્ચ કરવામાં આકાશ અને ઇશાની ભૂમિકાની પણ ફોર્ચ્યૂને પ્રશંસા કરી છે. મે મહિનામાં રિલાયન્સે જિયોમાર્ટને લોન્ચ કર્યું હતું. ભારતના ઝડપથી વધી રહેલા ઇ-કોમર્સ બજારમાં રિલાયન્સ હવે દિગ્ગજ એમજોન અને ફિલપકાર્ટ દિગ્ગજોને પણ પડકાર ફેંકી શકે છે.

ઇશાએ અમેરિકાના યેલ યૂનિવર્સિટીથી સાયકોલોજીમાં અન્ડર ગ્રેજ્યૂએટ અને સ્ટેન્ફોર્ડ યૂનિવર્સિટીથી એમબીએની ડિગ્રી મેળવી છે. તેમના લગ્ન 2018માં આનંદ પીરામલ સાથે થયા. તેમણે થોડા સમય પહેલા જ આર્ટસ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.

You cannot copy content of this page