Only Gujarat

National

82 વર્ષના વૃદ્ધે તેનાથી 46 વર્ષની નાની વિધવાસાથે કર્યા લગ્ન, આવી લાગતી હતી જોડી, જુઓ તસવીરો

કહેવાય છે કે પ્રેમને કોઈ ઉંમર નથી હોતી, તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે. એવું પણ કહેવાય છે કે દંપતીઓની જોડી સ્વર્ગમાં નક્કી થાય છે. એક નવદંપતીની કહાની વાંચીને તમને આ કહેવતો પર સાચે જ વિશ્વાસ આવી જશે. એક રિટાયર્ટ એન્જિનિયરે 82 વર્ષની ઉંમરમાં તેનાથી 46 વર્ષ નાની વિધવા સાથે લગ્ન કર્યા છે. ઢળતી ઉંમરમાં એકબીજાને સહારો બનવા માટે કપલ લગ્ન કરીને એક થયુ છે. જોકે વૃદ્ધે લગ્ન માટે જે કારણ આપ્યું એ સાંભળીને તમને તેમના પર સાચે જ માન થઈ આવશે.

આ અનોખા લગ્ન મધ્યપ્રદેશમાં યોજાયા હતા. ઉજ્જૈનમાં PWDના 82 વર્ષીય રિટાયર્ડ અધિકારીએ શુક્રવારે પોતાની ઉંમરથી 46 વર્ષ નાની વિધવા મહિલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. વલ્લભનગર નિવાસી એસી પી જોષી PWDમાં સેક્શન હેડ પદ પર હતા. તેઓ 1999માં સેવા નિવૃત થયા બાદ પત્ની અને બાળકો ન હોવાથી એકલા રહેતા હતા. જ્યારે 36 વર્ષીય દુલ્હન વિભા જોષી ગૃહિણી છે. વિભા જોષી પિતાના નિધન બાદ 6 વર્ષથી એકલી રહેતી હતી. બંનેએ મુલાકાત પછી એકબીજાના સહારો બનવાનો નિર્ણય લીધો હતો.

વિભા જોશી પોતાના સંબંધીઓ સાથે તેમજ 82 વર્ષીય વરરાજા એસ પી જોષી એકલા શુક્રવારે લગ્ન નોંધણી ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્નની વાત ફેલાતા જ એડીએમ ઓફિસ પર લોકોની ભીડ એકઠી થઈ હતી. આ અંગે નોંધણી અધિકારીએ જણાવ્યું હતું કે બંનેએ વિવિધત આવેદન આપ્યું હતું અને તેમણે સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા.

વરરાજા એસ પી જોષીએ જણાવ્યું હતું કે તેમનું આ દુનિયામાં કોઈ નથી. તેમને 28 હજાર રૂપિયા પેન્શન મળે છે. વિભા વિધવા હોવાના કારણે તેનો કોઈ સાહરો નથી. જેની સ્થિતિ જાણીને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ લગ્ન મારા પોતાના સુખ માટે નથી.

બીજી તરફ દુલ્હન વિભા જોષીએ જણાવ્યું હતું કે તે સાહારા માટે લગ્ન કરી રહી છે. લોકોને ફોટો-વીડિયો બનાવતા જોઈને નવદંપતીએ જણાવ્યું હતું કે અમને મનોરંજનનું સાધન ન બનાવો.

You cannot copy content of this page