કરોડોની સંપત્તિ હોવા છતાંય ‘કાલીનભૈયા’ જીવે છે સાવ ગામડીયા જેવું જીવન

પંકજ ત્રિપાઠી બોલિવૂડના ઓછા પ્રતિભાશાળી એક્ટરમાંથી એક છે. તેમણે પોતાની કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. માયાનગરીમાં પોતાની કલાનો જલવો બતાવનારા અને દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ હાંસલ કરનારા પંકજ ત્રિપાઠી પોતાના ગામ અને ગ્રામીણ માહોલની ખૂબ જ નજીક છે.

પંકજ ત્રિપાઠી આજે પણ ગામડા સાથે જોડાયેલા વ્યક્તિ છે. જેની ઝલક તેમના મુંબઈના ઘરમાં પણ જોવા મળે છે. તેમના ઘરમાં જતા જ લાકડાનો પટારો અને ખાટલો જોવા મળે છે.

પંકજ ત્રિપાઠી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તમને લાકડાની વસ્તુ પસંદ છે.’ ખાટલા વિશે પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, ‘લાકડું મુંબઇમાં ખરીદ્યો છે, દોરી ગામડેથી મંગાવી અને તેમના સસરાએ ખાટલો ભરી આપ્યો હતો.’

પંકજ ત્રિપાઠી મુંબઈ આવ્યા પછી પણ તેમનું ગામડા સાથે એટલું જ મજબૂત કનેક્શન છે કે, તમામ સુખ સુવિધા ઉપરાંત તે વિચારે છે કે ગામડા માટે કંઈક ને કંઈક વિચારતા રહે છે અને કરતા રહે છે. એક સમયે તે પોતાના ગામની એક ટીમને વોલીબોલ ટુર્નામેન્ટમાં મોકલવાનો પ્રયત્ન કરતા હતા.

પંકજ ત્રિપાઠી મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના છે. તેમના માતા-પિતા અત્યારે પણ ગામડે જ રહે છે.પંકજ ત્રિપાઠી ના જ્યારે પણ સમય મળે છે ત્યારે તે પોતાના ગામ જરૂર જાય છે. ગામડે ક્યારેક તે ખેતી કરતા તો ક્યારેક લીટ્ટી ચોખા બનાવતા જોવા મળ્યા છે.

પંકજે તેમના સંઘર્ષના કાળ વિશે વાત કરતા કહ્યું હતું કે એક સમયે તેમની પાસે કોઈ કામ નહોતું, જેના કારણે તેમની પત્નીએ મુંબઈની એક સ્કૂલમાં ભણાવવા જવું પડતું હતું અને તેમાંથી ઘરનો ખર્ચ ચાલતો હતો. તેમણે કહ્યું કે તેઓ તે સમયે રોજિંદા ખર્ચ માટે પત્નીના પગાર પર આધાર રાખતા હતા.

‘કરિયરની શરૂઆતમાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.’ પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું, ‘એ જાણવા માટે જતો કે કઈ ફિલ્મનું શૂટિંગ ક્યાં થાય છે, તો મને ત્યાં એવું કહી દેવામાં આવતું કે ફિલ્મનું યુનિટ શૂટિંગ કરીને જતું રહ્યું છે.’

‘હવે તારીખો ના હોવાને કારણે ના પાડવી પડે છે’
પંકજે આગળ કહ્યું હતું, તે સંઘર્ષના દિવસો દરમિયાન સોશિયલ મીડિયા નહોતું અને કાસ્ટિંગ ડિરેક્ટ પણ નહોતા. હવે તો બધું જ બદલાઈ ગયું છે. પહેલા કામ શોધવું પડતું હતું અને આજે તો તારીખ ના હોવાને કારણે ના પાડવી પડે છે.’

પંકજ ત્રિપાઠી ગોપાલગંજ બિહારના રહેવાસી
પંકજ ત્રિપાટી બિહારના ગોપાલગંજના રહેવાસી છે. તેમના પિતાનું નામ બનારસ ત્રિપાઠી તથા માતાનું નામ હિમવંતી દેવી છે. ચાર ભાઈ-બહેનમાં તેઓ સૌથી નાના છે. પંકજ ત્રિપાઠીએ 2004માં ‘રન’માં નાનકડો રોલ કરીને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 2012માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી ખરી ઓળખ મળી હતી.

‘મૈં અટલ હું’નું પોસ્ટર રિલીઝ
પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં અટલ બિહારી વાજપેયીની બાયોપિક ફિલ્મ ‘મેં અટલ હું’માં જોવા મળશે. તેણે જે તસવીર શેર કરી છે તેમાં તેને ઓળખવો મુશ્કેલ છે. મેક-અપ અને પ્રોસ્થેટિક્સની મદદથી તે બિલકુલ તેના જેવો જ દેખાય છે. અભિનેતાનું આ રૂપ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.