Only Gujarat

Bollywood FEATURED

34 વર્ષથી ગૂમનામ છે મહાભારતની કુંતી, એક સમયે હોટ સીન આપીને રહેતી હતી લાઈમલાઇટમાં

કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિમાં ટીવી પર પ્રસારિત 90ના દશકની સિરિયલને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. બીઆર ચોપડાની મહાભારત સિરિયલનું પુન:પ્રસારણ થતાં હાલ તેના કલાકારો પણ ચર્ચામાં છે. તેમાંથી એક છે મહાભારતમાં કુંતીની ભૂમિકા ભજવનાર નાઝનીન. નાઝનીને અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું પરંતુ તેને લોકપ્રિયતા મહાભારતની સિરિયલથી મળી હતી. જો કે હાલ તે છેલ્લા 34 વર્ષથી ગૂમનામ જિંદગી વીતાવી રહી છે. તે બહુ લાંબા સમયથી કોઇ ફિલ્મ કે સિરિયલમાં જોવા નથી મળી.

નાઝનીન એક સમયે લાઇમ લાઇટમાં હતી. એક્ટિંગની સાથે તે તેમના ગ્લેમરસ લૂકના કારણે પણ ફેમસ હતી. તે સમયે તેમની ગણના ઇન્ડસ્ટ્રીની બોલ્ડ એક્ટ્રેસમાં થતી હતી. 70-80ના દશકમાં તે તેમના હોટ અને બિન્દાસ્ત અંદાજના કારણે ચર્ચામાં હતી.

ડાયરેક્ટર સત્યેન બોસના આસિસ્ટન્ટની એક પાર્ટીમાં મુલાકાત થયા બાદ તેમને ફિલ્મ સારેગામાપામાં કામ કરવાનું તક મળી હતી. આ ફિલ્મ 1972માં રીલિઝ થઇ હતી ત્યારબાદ તે અનેક ફિલ્મોમાં કામ કર્યું.

જો કે તેમણે બહુ ઓછી ફિલ્મમાં લીડ એક્ટ્રેસનો રોલ કરવાની તક મળી હતી. તેમને મોટા ભાગે હીરો અને હિરોઇનની બહેનના રોલની ઓફર મળતી. આ કારણથી તે દુ:ખી રહેતી હતી અને તેમણે ધીરે ધીરે આવી બધી જ ઓફરને સ્વીકારવાનું પણ બંધ કરી દીધું

(1976)માં તેમની ફિલ્મ ચલતે ચલતે આવી… આ ફિલ્મના બીકિની સીનનના કારણે તે ખૂબ ચર્ચામાં રહી.., આ ફિલ્મમાં તેમણે બિકિનીમાં સીન સૂટ એ કારણથી કર્યાં હતા કે તે સાબિત કરવા માંગતી હતી કે માત્ર બહેનના રોલ કરવા માટે જ નથી બની. જો આ ફિલ્મ નાઝનીન નહી પરંતુ વિશાલ આનંદના કારણે હિટ થઇ હતી.

નાાઝનીન એક્ટ્રેસ નહીં પરંતુ એરહોસ્ટેસ બનવા માંગતી હતી. જો કે તેમની માતાને લાગતું હતું કે ફ્લાઇટ તેમના માટે સેફ નથી. આ સમયે તેમને ફિલ્મમાં કામ કરવાની તક મળી તો નાઝનીને અભિનયન ક્ષેત્રમાં જ કારર્કિદી બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મ ડાયરેક્ટર્સનું માનવું હતું કે, નાઝનીન જયા બચ્ચન જેવી દેખાતી હોવાથી તેમને જયાની બહેનના રોલ પણ મળ્યો હતો.

નાઝનીને કેટલીક ‘ B’ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું તેના કારણે તેમની ઇમેજ થોડી ખરાબ થઇ હતી. નાઝનીનની કારર્કિદીની અવધિ બહુ ઓછી હતી તેવું કહી શકાય. તેમણે 22 ફિલ્મોમાં કામ કર્યું. ચલતે ચલતે તેમની હિટ ફિલ્મોમાંની પૈકી એક ફિલ્મ હતી.

નાઝનીને પંડિત, પઠાન, હૈવાન, કોરા કાગજ, ફૌજી, નિર્દોષ, દો ઉસ્તાદ, ખુદા કસમ, વક્ત કી દીવાર, બિન ફેરે હમ તેરે, ઓ બેવફા, આદમ ખોર, જેવી ફિલ્મોમાં કામ કર્યું.

You cannot copy content of this page