Only Gujarat

Business FEATURED

કોરોનાકાળમાં આ યુવતીની કમાણી ના થઈ ઓછી, ધૂસકે ને ભૂસકે થયો વધારો

દિલ્લી: કોરોના કાળમાં હજારો લોકોનો બિઝનેસ ડૂબી ગયો. લોકો કામ-ધંધા બંધ થવાથી રોજી-રોટી માટે પરેશાન છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે, જેણે મુશ્કેલ સમયમાં પોતાની ધીરજ ન ગુમાવી. પોતાના હુનર અને આઈડિયાઝના દમ પર મિસાલ કાયમ કરી. કોરોનામાં ઘણાં નાના-મોટા બિઝનેસમેનના બિઝનેસને અસર થઈ ત્યારે મુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે.

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટના અનુસાર અંબાણી ઉપરાંત ઘણાં એવા બિઝનેસમેન પણ આ સમયમાં સફળ રહ્યા. એવું જ એક ઉદાહરણ બની 26 વર્ષની વંશિકા ચૌધરી. વ્યવસાયે ફેશન ડિઝાઈનર વંશિકા કન્યા નામની બ્રાન્ડ ચલાવે છે કોરોના કાળમાં તેણે 200થી વધુ હૉસ્પિટલ્સમાં 6 લાખથી વધી પીપીઈ કિટ વહેંચી. તેની કંપની આટલા જ હોટેલ્સ, સ્કૂલ અને રેસ્ટોરેન્ટ્સને યુનિફોર્મ બનાવીને આપે છે. આ રીતે તેની કંપનીનું વાર્ષિક ટર્ન ઑવર 5 કરોડ રૂપિયા છે. એટલે કોરોના કાળમાં પણ તેની કંપનીએ સારી કમાણી કરી છે.

26 વર્ષની વંશિકા દિલ્લીની છે. જે ગયા વર્ષે જ મુંબઈ શિફ્ટ થઈ છે. દિલ્લીમાં અભ્યાસ કર્યા બાદ વંશિકાએ સિંગાપુરથી ફેશન ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. વંશિકાએ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં એક બ્રાન્ડ અને બિઝનેસ મોડેલ તૈયાર કરવાનો પ્રોજેક્ટ મળ્યો હતો. વંશિકાએ પોતાના બ્રાન્ડનું નામ કન્યા રાખ્યું. આ દરમિયાન તેને ઘણું શીખવાનું મળ્યું. ત્યારે તેમણે નક્કી કરી લીધું હતું કે તે આ જ બ્રાન્ડને આગળ વધારશે.

વંશિકાના પતિ અભિજીત કાજીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે. હવે તે પોતાની પત્નીનું બ્રાન્ડ સંભાળે છે. વંશિકા 2015માં ગ્રેજ્યુએશન પુરું કરીને સિંગાપુરથી દિલ્લી આવી ગઈ હતી. વર્ષ 2017માં કન્યા બ્રાન્ડ રજિસ્ટર કરાવી. જે બાદ વેબસાઈટ વગેરે પર 1 લાખનો ખર્ચ કર્યો. વંશિકાએ રિસર્ચ દરમિયાન જાણ્યું કે વર્કિંગ વુમન માટે ડ્રેસના ઓપ્શન ઓછા છે. પછી તો શું હતું, વંશિકાએ ઓછા ખર્ચમાં સારી ક્વૉલિટીની ડ્રેસ તૈયાર કરવાનું શરૂ કરી દીધું. તેને પહેરવા પણ આરામદાયક હતા. કેટલાક ડ્રેસ લૉન્ચ કર્યા જે બાદ તેની કિંમત વધતી ગઈ.

વંશિકા જણાવે છે કે કોરોનાના કારણે તેમના ઓર્ડર કેન્સલ થવા લાગ્યા હતા. આ દરમિયાન તેને પીપીઈ કિટ બનાવવાનો આઈડિયા મગજમાં આવ્યો, જ્યારે ચીનમાં કોરોનાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. વંશિકાની બ્રાન્ડ 400-600ની કિંમતમાં પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવી રહી છે.

You cannot copy content of this page