Only Gujarat

Bollywood FEATURED

કિંગ ખાન નથી જોવા મળતો ફિલ્મમાં પણ રજવાડી લાઈફસ્ટાઈલ જોઈ કરવા લાગશો ઈર્ષ્યા!

મુંબઈઃ બોલિવૂડમાં ‘કિંગ ઓફ રોમાન્સ’ના નામથી ફૅમશ શાહરૂખ ખાન 55 વર્ષના થઈ ગયાં છે. 2 નવેમ્બર, 1965માં દિલ્હીમાં જન્મેલાં શાહરૂખ પાસે છેલ્લાં બે વર્ષથી કામ નથી. શાહરૂખ છેલ્લે ડિસેમ્બર 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યાં હતાં. ત્યારથી અત્યાર સુધી તેમની કોઈ નવી ફિલ્મ આવી નથી. આ ઉપરાંત શાહરૂખ ખાનની લાઇફ સ્ટાઇલમાં કોઈ કમી આવી નથી. ત્યાં સુધી કે દોઢ વર્ષથી ઘરે રહ્યાં પછી પણ શાહરૂખ આજની તારીખમાં બોલિવૂડના સલમાન ખાન અને અક્ષય કુમાર કરતાં વધારે અમીર છે.

આમ તો, બોલિવૂડમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન ઉપરાંત અક્ષય કુમાર અને અજય દેવગને છેલ્લાં 30 વર્ષના ટ્રેન્ડને બદલ્યો છે. પ્રોપર્ટીની વાત કરીએ તો શાહરૂખ આજે પણ સલમાન ખાન અને અક્ષય કુમાર કરતાં વધારે રૂપિયાવાળો છે. એક રિપોર્ટ મુજબ, શાહરૂખ પાસે 600 મિલિયન ડૉલર (લગભગ 4500 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટી છે તો તેમની સાથે કામ કરી રહેલાં સલમાન ખાન ઘણાં પાછળ છે. સલમાન ખાન 310 મિલિયન ડૉલર (2325 કરોડ)ની સંપત્તિનો માલિક છે. તો અક્ષય કુમાર પાસે 273 મિલિયન ડૉલર (2047 કરોડ) રૂપિયાની પ્રોપર્ટી છે.

શાહરૂખ ખાન ઘણાં સમયથી સ્ટ્રગલ કરી રહ્યો છે અને તેમની ફિલ્મો પણ બૉક્સ ઑફિસ કલેક્શન પણ સતત આ તરફ ઇશારો કરે છે. શાહરૂખે પોતાની એક્ટિંગ અને હાલત મુજબ સાબિત કર્યું છે કે, તે બોલિવૂડના બાદશાહ છે. જોકે, કેટલાક વર્ષથી તેમનો આ સ્પાર્ક પુરો થઈ ગયો છે., પણ તેમની લાઇફસ્ટાઇલમાં કોઈ કમી આવતી નથી.

શાહરૂખ ખાને પોતાના કરિયરની શરૂઆત નાના પડદેથી કરી અને તે જોતજોતાંમાં બોલિવૂડના સૌથી મોટા સ્ટાર બની ગયાં. બોલિવૂડમાં એન્ટ્રી કર્યાં પહેલાં તેમણે ફૌઝી, સર્કસ જેવી ટીવી સિરિયલમાં કામ કર્યું. આ પછી તેમણે તમામ હિટ ફિલ્મો આપી હતી.

પછી એક સમય એવો આવ્યો જ્યારે દિલ્હીના આ છોકરાને 90નાં દશકમાં રોમાન્સનો કિંગ કહેવા લાગ્યાં. શાહરૂખનું કરિયર તે સમયે આગળ વધવાનું શરૂ થયું જ્યારે તેમની પહેલી ફિલ્મ ‘દીવાના’ બોલિવૂડમાં જબરદસ્ત હિટ રહી. એવું કહેવામાં આવે છે કે, તેમની મહેનત સાથે-સાથે નસીબે પણ તેમનો ખૂબ જ સાથ આપ્યો.

જો શાહરૂખ ખાનની કુલ સંપત્તિની વાત કરીએ તો વિશ્વભરમાં તેમની પ્રોપર્ટીઝનો અંદાજો લગાવી શકાય છે. મુંબઈમાં આલિશાન ઘર ઉપરાંત, યુકે, દુબઈ અને દુનિયાના બીજા શહેરોમાં તેમની પ્રોપર્ટી છે. શાહરૂખ ખઆની સૌથી મોટી પ્રોપર્ટી તેમનો મુંબઈ સ્થિત બંગલો ‘મન્નત’ છે.

શાહરૂખે ‘મન્નત’ને માત્ર 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને આજે આ બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે. કિંગ ખાનનો પરિવાર આ બંગલામાં છેલ્લાં 25 વર્ષથી રહે છે.

લગભગ 26 હજાર વર્ગ ફૂટમાં બનેલા આ બંગલાને શાહરૂખે વર્ષ 1995માં ખરીદ્યો ત્યારે આનું નામ ‘વિલા વિએના’ હતું, જે એક પારસી ગુજરાતી કેકૂ ગાંધી પાસે હતો.

લગભગ 26 હજાર વર્ગ ફૂટમાં બનેલા આ બંગલાને શાહરૂખે વર્ષ 1995માં ખરીદ્યો ત્યારે આનું નામ ‘વિલા વિએના’ હતું, જે એક પારસી ગુજરાતી કેકૂ ગાંધી પાસે હતો.

આ ઉપરાંત શાહરૂખ ખાને વર્ષ 2008માં IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સને જૂહી ચાવલાના પતિ જય મહેતા સાથે પાર્ટનરશિપમાં 7.5 કરોડ ડૉલરમાં ખરીદી હતી. દેશને ત્યારે પહેલીવાર શાહરૂખ ખાનની સંપત્તિ વિશે જાણ થઈ હતી.

દુબઈના પામ જુમેરાહ સ્થિત શાહરૂખ ખાનનો વિલા K-93 લગભગ 14000 સ્કેવર ફૂટમાં છે. શાહરૂખનો આ બંગલો પામ જુમેરાહના ડેવલપર્સે ગિફ્ટમાં આપ્યો હતો. આ બીચ ફેસિંગ મેન્શનની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે. જેમાં બે રિમોટ કન્ટ્રેલ ગેરેજ, એક ઇન્ડિપેન્ડેન્ટ બીચ અને પ્રાઇવેટ પૂલ છે. અહીં ખાન પરિવાર ઘણીવાર વેકેશન માણવા આવે છે.

આ ઉપરાંત શાહરૂખનો અલીબાગમાં હૉલિડે હૉમ છે. લગભગ 20 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસની કિંમત 146 મિલિયન ડૉલર (1 હજાર કરોડ રૂપિયા) છે. અહીં હેલિપેડ પણ બનાવવામાં આવ્યો છે. શાહરૂખ ખાન ઘણીવાર તેમના ફ્રેન્ડ અને પરિવાર સાથે અહીં વેકેશનમાં આવે છે. જોકે થોડાં વર્ષ પહેલાં તેમની આ પ્રોપર્ટી વિવાદોમાં આવી હતી.

શાહરૂખ પાસે લંડનના પૉશ એરિયા પાર્ક લેનમાં પણ એક આલીશાન ઘર છે. આ ઘરની કિંમત લગભગ 176 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત શાહરૂખ સ્ટેજ શૉથી પણ ઘણાં રૂપિયા કમાય છે.

શાહરૂખ લક્ઝરી કારનો શોખીન છે. તેમના કલેક્શનમાં ઘણી બ્રાન્ડ્સની કાર છે. તેમની પાસે ઑડી A6 (28 લાખ રૂપિયા), બુગાતી વેરૉન (12 કરોડ રૂપિયા), ટોયોટા લેન્ડ ક્રૂઝર (44 લાખ રૂપિયા), રોલ્સ રૉયસ (2.9 કરોડ રૂપિયા), બીએમડબ્લ્યૂ I8 (2.29 કરોડ રૂપિયા), મર્સિડિઝ બેન્ઝ S600 ગાર્ડ (2.8 કરોડ રૂપિયા), બીએમડબ્લ્યૂ I8 (90 લાખ રૂપિયા) જેવી મોંઘી કાર છે.

You cannot copy content of this page