Only Gujarat

Bollywood

સુશાંત લાડકી બહેનોને કરતો હતો ખૂબ પ્રેમ, સુશાંતે લખ્યો હતો ભાવુક પત્ર

મુંબઈઃ સુશાંતના આકસ્મિક નિધનથી તમામ લોકો આઘાતમાં છે, તેના પરિવારજનો હજુ પણ તે આઘાતમાંથી આવી શક્યા નથી. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ અમેરિકામાં રહે છે અને પોતાના ભાઈ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી રહી છે. તેણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં સુશાંતના હેન્ડ રાઈટિંગવાળું કાર્ડ જોવા મળી રહ્યું છે. આ કાર્ડ થકી સુશાંત પોતાની બહેનને મોટિવેટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

સુશાંતે બહેનનો ઉત્સાહ વધાર્યો
સુશાંતે પોતાની બહેનને આ કાર્ડ અમુક સમય અગાઉ મોકલ્યો હતો. આ કાર્ડમાં એક મોટિવેશનલ મેસેજ જોઈ શકાય છે. જેમાં સુશાંતે લખ્યું હતું કે,‘યુવતીઓ તેઓ કરી શકે છે અને નથી કરી શકતી. બંને વખતે તેઓ સાચી હોય છે. તુ પ્રથમ પ્રકારની છે. લવ યુ, ભાઈ- સુશાંત.’

શ્વેતાએ એક બીજી પોસ્ટ શેર કરી જેમાં તેણે પોતાના દીકરા સાથે સુશાંત અંગે થયેલી વાતચીતને શેર કરી હતી અને ફેન્સને મેસેજ આપ્યો હતો કે તમામે મજબૂત રહેવાની જરૂર છે. તેણે લખ્યું કે, ‘જ્યારે મે પોતાના દીકરા નિર્વાણને તેના મામાના નિધન અંગે જણાવ્યું તો તેણે કહ્યું કે- તેઓ તમારા દિલમાં તો જીવતા રહેશે. તેણે આવું એક વાર નહીં 3 વાર કહ્યું. જ્યારે એક 5 વર્ષનો બાળક આ પ્રકારની વાત કરે છે તો તેનાથી સમજી શકાય છે કે આપણે બધાએ સ્ટ્રોન્ગ રહેવાનું છે. તમે બધા મજબૂત રહો. ખાસ તો સુશાંતના ફેન્સ. પ્લીઝ આ વાત સમજો કે સુશાંત આજે પણ બધાના હૃદયમાં જીવે છે અને હંમેશા જીવંત રહેશે. પ્લીઝ એવું કોઈ કામ ના કરતા જેનાથી સુશાંતની આત્માને દુઃખ પહોંચે.’

બહેન અને ભાણિયા સાથે સુશાંતની તસવીરો.

You cannot copy content of this page