Only Gujarat

National

માનવામા ન આવે તેવી ઘટના, મરઘી ઈંડાને સીધા બચ્ચનાને આપ્યો જન્મ

નુઆપાડા, ઓરિસ્સાઃ ‘પહેલા ઈંડુ આવ્યું કે મરઘી’ આ લાઈન તો તમે ઘણીવાર સાંભળી હશે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે મરઘીએ ઈંડા આપવાના બદલે સીધા જ બચ્ચાને જન્મ આપ્યો હોય. ઓરિસ્સાના નુઆપાડામાં એક મરઘીએ ઈંડા આપવાને બદલે બચ્ચાને જન્મ આપી તમામને ચોંકાવ્યા હતા.

નુઆપાડા જીલ્લાના ઈચ્છાપુર ગામમાં અંબિકા માંઝીના ઘરે એક મરઘીએ બચ્ચાને જન્મ આપ્યો. જોકે જન્મના 10 મિનિટ બાદ જ મરઘીના બચ્ચાનું મોત થયું હતું. વાસ્તવમાં ઈચ્છાપુર ગામમાં મરઘી પોતાના 9 ઈંડા સેવી રહી હતી. આ દરમિયાન મરઘી તે સ્થળેથી હટી બીજા સ્થાને બેસી ગઈ. ઘણા સમય સુધી તે ત્યાંથી ના હલી તો લોકોએ ત્યાં જઈને જોયું. મરઘીએ એક બચ્ચાને જન્મ આપ્યો હતો. લોકોએ એ પણ જોયું કે, ક્યાંક આસપાસ કોઈ તૂટેલું ઈંડુ તો નથી ને પરંતુ આવું કંઈ મળ્યું નહોતું.

આ ઘટના અંગે નુઆપાડા જીલ્લાના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ત્રિલોચન ઢલે કહ્યું કે, તેમણે પોતાના જીવનમાં ક્યારેય આવી ઘટના જોઈ નથી. બની શકે કે મરઘીના પ્રજનન તંત્રમાં જ ઈંડુ બહાર આવવાના બદલે વિકસીત થયું હોય અને તેના કારણે બચ્ચાનો જન્મ થયો. શરીરના બહાર આવ્યા બાદ મરઘી 21 દિવસ સુધી પોતાના ઈંડા સેવવાનું કામે કરે છે, જેથી બચ્ચાનો જન્મ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2018માં કેરળના વાયનાડ અને 2012માં શ્રીલંકામાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ બંને ઘટનામાં પણ મરઘીના બચ્ચાનું મોત થયું હતું.

 

You cannot copy content of this page