Only Gujarat

FEATURED International

પાકિસ્તાનને મિત્ર કહીને ચીને બનાવ્યું ઉલ્લું, કરી એવી મદદ ચારેબાજું થઈ રહ્યું છે થૂં થૂં

ઈસ્લામાબાદઃ ચીને પાકિસ્તાનમાં માસ્કની ભારે માગને જોતાં પોતાના ખાસ મિત્ર સાથે જ દગો કરી, અંડરવિયરમાંથી બનાવેલા માસ્ક મોકલી આપ્યા, જેને જોઇને અત્યારે પાકિસ્તાનના લોકો ગુસ્સે થયા છે. ચીન દ્વારા મોકલેલા માસ્ક અત્યારે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. એટલું જ નહીં, અહીંની હોસ્પિટલોના ડોક્ટરોએ પણ તેનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે.

ચીને મોકલેલા માસ્ક પાકિસ્તાને ખોલ્યા તો, એન-95 માસ્કની જગ્યાએ અંડરવિયરમાંથી બનેલા માસ્ક મળ્યા, જે કોરોના વાયરસ કે બીજા કોઇપણ પ્રકારના સંક્રમણને રોકવા જરા પણ સક્ષમ નથી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સિવાય યૂરોપના ઘણા દેશો પણ ફરિયાદ કરી ચૂક્યા છે કે, ચીને ખૂબજ ખરાબ ગુણવત્તાના માસ્ક મોકલ્યા છે. આ જ કારણે નેધરલેન્ડ અને સ્પેને ચીન પાસેથી મેડિકલનાં સાધનો ના લેવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે, ચીને ગત દિવસોમાં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને મદદ કરવાની પ્રોમિસ કરી હતી. પરંતુ આટલી ખરાબ ગુણવત્તાના માસ્ક બાદ પાકિસ્તાનના લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો પાકિસ્તાનના માસ્ક સાથે સંકળાયેલ બ્રેકિંગ ન્યૂઝ અને વીડિયો શેર કરી રહ્યા છે.

બીજી તરફ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન ચીનનાં વખાણ કરતાં થાકતા નથી. કોરોના વાયરસ સામેની લડતના દરેક ભાષણમાં ઈમરાન ખાન ચીનનાં ગુણગાન ગાઇ રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page