Only Gujarat

Sports

એવરેસ્ટ મસાલાના માલિક અને મૂળ જામગરના વાડીલાલ શાહનું નિધન

ભારત સહિત દેશભરમાં સ્વદેશી મસાલાનો ટેસ્ટ કરાવનાર એવરેસ્ટ મસાલા બ્રાન્ડના સ્થાપક અને માલિક વાડીલાલ શાહનું આજે 21 ઓગસ્ટે મુંબઈ ખાતે અવસાન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. તેમના પુત્ર રાજીવ અને સંજીવ શાહે આ અંગે જાણકારી આપી હતી. શાહ પરિવારમાં પાંચ દિવસમાં આ બીજું મૃત્યુ થયું છે. 16 ઓગસ્ટના રોજ વાડીકાકાના ધર્મપત્ની હીરાબેનનું કોરોનાને કારણે અવસાન થયું હતું. કહેવામાં આવે છે કે ડીલાલ શાહ મૂળ જામનગરના છે, જામનગરના લોકો વાડીલાલ શાહને વાડીકાકા કહીને બોલાવતા હતા.

દેશની ખૂબ જ પ્રસિદ્ધ મસાલા બ્રાન્ડ એવરેસ્ટના સ્થાપક તેમજ માલિક વાડીલાલ શાહનું આજે શુક્રવારે મુંબઈ ખાતે અવસાન થયું છે. શાહ પરિવારમાં પાંચ દિવસમાં આ બીજું મોત છે. વાડીલાલ શાહની ઉંમર 83 વર્ષ હતી. તેમના નિધન અંગેની જાણકારી તેમના પુત્ર રાજીવ અને સંજીવ શાહે આપી હતી. 16 ઓગસ્ટના રોજ વાડીલાલ શાહના પત્નીનું નિધન થયું હતું. પાંચ જ દિવસમાં પરિવારમાં બીજું મોત થતાં શાહ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

કંપનીની વેબાસઇટ પ્રમાણે આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપની છેલ્લા 52 વર્ષથી એક જેવી જ ફ્લેવર સાથે લોકોના ખાવાના સ્વાદમાં ઉમેરો કરી રહી છે. હાલ કંપની 45 પ્રકારના અલગ અલગ મસાલા બનાવે છે. એટલું જ નહીં કંપની ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અલગ અલગ 58 દેશમાં રહેતા નોન-રેસિડેન્ટ ભારતીયો (NRI)ના રસોડામાં પણ ભોજનનો સ્વાદ ચટાકેદાર બનાવી રહી છે. ગુજરાતના ઉંબેરગામ ખાતે આવેલી ફેક્ટરી દુનિયાની સૌથી મોટી સ્પાઇસ ફેક્ટરી કહેવામાં આવે છે. કંપનીને 2003, 2006, 2009, 2012 અને 2015ના વર્ષમાં સુપર બ્રાન્ડનું સ્ટેટસ પ્રાપ્ત થયું છે. (તસવીર- વાડીલાલ શાહના પુત્ર સંજીવ શાહની છે.)

વાડીલાલ શાહ શરૂઆતમાં મુંબઈમાં ખાતે આવેલી તેમના પિતાની મસાલાની દુકાનમાં જ કામ કરતા હતા. આ દરમિયાન તેમણે નિરીક્ષણ કર્યું હતું કે લોકો દુકાન પરથી કાચો મસાલો ખરીદે છે અને બાદમાં ઘરે જઈને તેનું મિશ્રણ કરીને મસાલો તૈયાર કરે છે. જે બાદમાં તેઓને દુકાનમાં તૈયાર કરીને મસાલો વેચવાનો વિચાર આવ્યો હતો. આથી તેઓએ મસાલા બનાવવાની સાથે સાથે 1966ના વર્ષમાં એવરેસ્ટ નામ રજીસ્ટર કરાવ્યું હતું. એવરેસ્ટ બ્રાન્ડ હેઠળ તેઓએ બાદમાં એક પછી એક ગરમ સમાલા લોંચ કર્યા હતા. આજે ફક્ત મહારાષ્ટ્ર કે ગુજરાતમાં જ નહીં, એવરેસ્ટ નામ આખા દેશમાં જાણીતું બન્યું છે.

અમદાવાદના અગ્રણી વ્યાપારી અને ગુજરાત ચેમ્બરના મેમ્બર હિરેન શાહે જણાવ્યું હતું કે, તેઓ કોઈને પોતાના પ્રતિસ્પર્ધી માનતા ન હતા અને અમારા જેવા લોકોને ધંધો વિકસાવવામાં મદદ કરતા રહેતા હતા. હિરેનભાઈ એ કહ્યું કે 20 વર્ષ અગાઉ વાડીકાકાએ મને પણ તેમનું ગોડાઉન મફતમાં વાપરવા માટે આપ્યું હતું.

You cannot copy content of this page