Only Gujarat

Religion

આજે શ્રીમંગળદેવનો વક્ર ગતિથી મીન રાશિમાં થશે પ્રવેશ, વાંચો શું થશે તમારા જીવનમાં ફેરફાર

રાશિફળ: 04-10-2020: આજે શ્રીમંગળદેવ નો થશે વક્ર ગતિ થી મીન રાશિમાં પ્રવેશ! જાણો શું થશે તમારા જીવન માં ફેરફાર…

મેષઃ આજે રવિવાર ના દિવસે કોઈ મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય અને માંગલિક કાર્યો આગળ વધે ઉપરાંત આજે કોઈ અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય પરંતુ નકામી વાતોમાં સમય વધારે પસાર કરવો નહીં.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળી રહે અને અગત્યનાં કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: પારિવારિક આનંદ જળવાઈ રહેશે, સ્નેહીજનોની મદદથી નવા નિર્ણયો લઈ શકાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ अरुणाय नमः

વૃષભઃ આજે આપને વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય અને સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય ઉપરાંત આજે આપના વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય તેમજ માનસિક ચિંતા દુર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બઢતી બદલી સંભવ, કાર્યબોજ થી મનોભાર રહેતો જણાય
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધતી જણાય અને દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: ઉઘરાણી કર્જની ચિંતા જણાય, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ वसवे नमः

મિથુનઃ આજે આપની સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય સાથે જ ભવિષ્યની યોજનાનું આયોજન સંભવ બને પરંતુ આજે કૌટુંબિક મતભેદ ટાળવા અને પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: નવા સાહસો વિચારીને કરવા, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: ધાર્યું પરિણામ મેળવવા વધુ મહેનત કરવી પડે
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ उद्यत्किरणजालाय नमः

કર્કઃ આજે આપને ચિંતાના વાદળો ઘેરાતા જણાય અને પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જોવા મળે સાથે જ આજે આપની ભાવનાઓ ઉપર કાબુ રાખવો, સમજી વિચારીને નિર્ણય લેવો, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ.

  • કાર્યક્ષેત્ર: તણાવનો અંત જણાય, કોઈ અવિચારી નિર્ણય આપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, ગૃહજીવનના મતભેદ ટાળવા.
  • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય, મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયાસનું શુભફળ મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય કાળજીમાંગી લેતું જણાય.
  • આજનો મંત્ર: ॐ जयाय नमः

સિંહઃ આજે આપના મનની મુરાદો પૂરી થતી જણાય સાથે જ આજે વિચારોને સકારાત્મક રાખવા તેમજ મનની ચિંતા હળવી થતી જણાય, બીજા પ્રત્યે આદરભાવ રાખવો સાથે જ સત્કાર્ય માં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને તેમજ વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, ગૃહસ્થજીવન આનંદમય રહે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, નવી યોજનાનું આયોજન સંભવ
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ ऋषिवन्द्याय नमः

કન્યાઃ આજે પોતાના મનની વાત મૂકવામાં સંકોચ ના કરવો તેમજ મહત્વ ના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ ચાખવા મળે અને સાથે વિચારોને પોઝેટીવ રાખવા, બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય, દિવસ ધીરજતાપૂર્વક પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્ય સફળ થતા જણાય, જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં ભરશો.
  • પરિવાર: પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે, શુભ પ્રસંગ આવવાની શક્યતા.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: રચનાત્મક વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યઅંગે સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ रुग्घन्त्रे नमः

તુલાઃ આજે કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ બને અને નવા સાહસો વિચારીને કરવા ઉપરાંત આજે મનની બેચેની દુર થતી જણાય, મતભેદ ટાળવા, યાત્રા-પ્રવાસ ના કરવા હિતાવહ, પ્રયત્ન સફળ થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, આપના વ્યવહારથી બીજા નિરાશ ના થાય તેનું ધ્યાન રાખવુ.
  • પરિવાર: અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય.
  • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: આરોગ્યઅંગે સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ उज्ज्वलतेजसे नमः

વૃશ્રિકઃ આજે ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ અને અણધારી તક પ્રાપ્ત થતી જણાય, દિનચર્યામાં બદલાવ જરૂરી જણાય, ટેકનીકલ ક્ષેત્રના લોકો માટે શ્રેષ્ઠ દિવસ જણાય તેમજ આજે દિવસભર આળસ અને થાક અનુભવાય.

  • કાર્યક્ષેત્ર: નવી તકોનું નિર્માણ જણાય,તેમજ જમીન સંબંધી કાર્યમાં સાનુકુળતા જણાય.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા હિતાવહ, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય.
  • નાણાકીય: સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર: ॐ शान्ताय नमः

ધનઃ આજે પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી તેમજ યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો, સાંજના સમયમાં સાનુકુળતા જણાય, દિવસભર સ્ફુર્તિનું પ્રમાણ સારું જણાય.

  • કાર્યક્ષેત્ર: આપના કાર્ય-વિચારથી બીજાને પ્રાત્સાહિત કરવામાં સફળ થશો, ઉતાવળિયું પગલું ભરવું નહિ.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા, માંગલિક કાર્ય આગળ વધે.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ सत्यानन्दस्वरूपिणे नमः

મકરઃ આજે આપના મોસાળ પક્ષથી લાભ સંભવ સાથે જ સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ પુનઃ માથું ઉચકાતી જણાય, યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ, આનંદ-મનોરંજનમાં દિવસ પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યની બધી જ જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, નવા કાર્યનો શુભારંભ સંભવ બને.
  • પરિવાર: ગુસ્સા-આવેશ પર કાબુ રાખવો તેમજ ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.
  • નાણાકીય: સંપત્તિનાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જોવા મળે, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય
  • આજનો મંત્ર: ॐ कवये नमः

કુંભઃ આજે પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી સાથે જ કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ.
  • નાણાકીય: આર્થિક સ્થિતિ સુધારતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ सकलजगतांपतये नमः।

મીનઃ આજે પારિવારિક સભ્યો સાથે વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, કોઈ નવી સમસ્યાનો ઉદ્દભવ થઈ શકે છે, જૂના વિવાદ સમાપ્ત થાય, વિરોધી સામે પ્રગતિ થતી જણાય, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: રોજીંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય તેમજ કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ.
  • નાણાકીય: નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય અને નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ भास्कराय नमः
You cannot copy content of this page