Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડ ને ડ્રગ્સ આજનો નહીં વર્ષો જૂનો છે સંબંધ, આ સેલેબ્સ હતા ડ્રગ્સના બંધાણી

બોલીવુડમાં ડ્રગ્સનો મુદ્દો ગરમાયેલો છે. મોટા મોટા સેલેબ્સના નામ તેમાં સામે આવ્યા બાદ બોલીવુડની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે બોલીવુડનું ડ્રગ્સ કનેક્શન આજકાલનું નથી. વર્ષો જૂનું છે. 80-90ના દાયકાના કેટલાક એવા સિતારાઓ છે, જેમને નશાની લત હતી અને તેના કારણે અનેક લોકોનું કરિયર બરબાદ થઈ ગયું. કેટલાક સિતારાઓ સમય રહેતા સમજી ગયા તો કેટલાક બરબાદ પણ થઈ ગયા.

સંજય દત્ત
જ્યારે પણ બોલીવુડમાં નશાનો ઉલ્લેખ થાય છે ત્યારે સંજૂ બાબાનું નામ તેની જાતે જ સામે આવે છે. સંજય દત્તે પોતાના જીવનના લગભગ 12 વર્ષ નશામાં પસાર કર્યા છે. તેના કરિયર પર પણ બ્રેક લાગી ગઈ હતી. પરંતુ તેના પિતાએ અમેરિકામાં તેનો ઈલાજ કરાવ્યો અને તેમની બોલીવુડમાં એન્ટ્રી થઈ.

ધર્મેન્દ્ર
ભારતીય સિનેમાના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને પણ નશાની લત હતી. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે તેઓ એક સમયે જરૂર કરતા વધારે શરાબ પીતા હતા. નશાના કારણે જ કેટલાક વર્ષો પહેલા તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેણે શરાબ ન પીવાની કસમ ખાધી હતી.

મનીષા કોઈરાલા
બોલીવુડમાં એકથી ચડિયાતી એક ફિલ્મો આપનાર મનીષા કોઈરાલા પણ નશાની આદી થઈ ગઈ હતી. તેને શરાબની ખરાબ લત લાગી ગઈ હતી. જેના કારણે તેને ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ હતી. જો કે કેન્સર થયા બાદ તેણે શરાબ પીવાનું છોડી દીધું હતું.

પૂજા ભટ્ટ
અભિનેત્રી પૂજા ભટ્ટને પણ નશાની લત હતી. 16 વર્ષની ઉંમરમાં જ પૂજાને શરાબની આદત લાગી ગઈ હતી. તેની અસર તેના લૂક પર પડી અને તેને ફિલ્મો મળતી ઓછી થઈ ગઈ.

મહેશ ભટ્ટ
ફેમસ ડાયરેક્ટર મહેશ ભટ્ટનું નામ પણ આ યાદીમાં આવે છે. મહેશ ભટ્ટ તો નશામાં એટલા ચૂર થઈ ગયા હતા કે તેનો સૌ કોઈ સાથે સંબંધ તૂટવા લાગ્યો હતો. જો કે પોતાની દીકરી માટે તેણે આ ખરાબ આદત છોડવાનો નિર્ણય લીધો.

ગીતાંજલિ
નશાની આ જ લતના કારણે ગીતાંજલિ રસ્તા પર ભીખ માંગતી જોવા મળી હતી. જણાવી દઈએ કે તે 90ના દાયકાની જાણીતી મૉડેલ હતી અને ટીવી સીરિયલ્સમાં પણ તેણે કામ કર્યું હતું.

ફરદીન ખાન
ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાનનું બોલીવુડ ડેબ્યૂ શાનદાર રહ્યું હતું. પરંતુ કરિયરમાં આગળ વધતા ફરદીનને નશાની એવી લત લાગી કે તેનું આખું કરિયર બરબાદ થઈ ગયું. 5 મે 2001માં કોકેઈન રાખવા માટે તેની ધરપકડ થઈ હતી. જે પાંચ દિવસ જેલમાં રહ્યો હતો અને બાદમાં તેને રીહેબ સેન્ટર મોકલવામાં આવ્યો હતો.

You cannot copy content of this page