Only Gujarat

National TOP STORIES

મુકેશ અંબાણીના નાના દીકરા અનંતે માત્ર 18 મહિનામાં ઘટાડ્યું હતું 100 કિલો જેટલું વજન

મુંબઈઃ મુકેશ અંબાણીનો બિઝનેસ એમ્પાયર સતત વધી રહ્યો છે અને તે દુનિયાના 10માં સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીના કારોબારી સામ્રરાજ્યમાં તેમની દીકરા આકાશ અંબાણી અને દીકરી ઈશા અંબાણી બહુ પહેલાથી મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ હતી પરંતુ માર્ચ 2019 સુધી અનંત અંબાણી પાસે કોઇ ખાસ મોટી જવાબદારી ન હતી. જો કે આ વર્ષે માર્ચમાં અનંત અંબાણીને જિયો પ્લેટફોર્મ્સના બોર્ડનો ડાયરેક્ટર બનાવી દેવાયો. હજું આગળ પણ તેમને બીજી આવી જ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ તેવી શક્યતા જોવાઇ રહી છે. આ બધા કરતા અનંત એક સમયે તેની મેદસ્વીતાના કારણે ખૂબ ચર્ચામાં રહેતા. તો અનંતે 100 કિલો વજન કેવી રીતે ઘટાડ્યું આવો જાણીએ. નવાઈની વાત એ છે કે અનંત અંબાણીએ મુંબઈમાં નહીં પણ જામનગરમાં રહીને વજન ઉતાર્યું હતું.

108 કિલો હતું વજનઃ અનંત અંબાણી ખૂબ જ મેદસ્વી હતા. તેમનું વજન વધતું જતું હતું. જો કે 2018માં તેમણે તેમનું વજન એટલું ઓછું કર્યું કે, તેમના બદલાયેલા લૂકની ચર્ચા થવા લાગી.

લોકોએ કહ્યું આ ચમત્કાર છેઃ વધતા વજનથી પરેશાન અનંત અંબાણીએ વજન ઓછું કરવાનું મનથી નિર્ણય કરી લીધો. અનંત અંબાણીએ આ માટે 5થી 6 કલાક એક્સરસાઇઝની સાથે સ્પેશિયલ ડાઇટ ચાર્ટ ફોલો કર્યો. તેમણે 18 મહિનામાં 108 કિલો વજન ઓછું કર્યું. તેમનું બદલાયેલો લૂક જોઇને બધા કહે છે, આ ખરેખર ચમત્કાર છે.


ધોનીએ આપી શાબાશીઃ 108 કિલો વજન ઓછું કરવાથી તેમનું લૂક એકદમ ચેન્જ થઇ ગયું હતું. આ માટે ભારતીય ટીમના કપ્તાન એમએસ ધોનીએ તેમને શાબાશી આપી હતી. અનંત અંબાણીના જન્મદિવસે ધોનીએ ટ્વીટ પર તેમની સાથેની એક ફોટા શેર કરીને તેના પર લખ્યું. હેપી બર્થ ડે અનંત, 100 કિલોથી વધુ વજન ઓછું કરીને તે ખુદને જ એક શ્રેષ્ઠ ગિફ્ટ આપી છે. જે શિસ્ત પ્રબળ દ્રઢ નિર્ણયશક્તિ દર્શાવે છે.


કેમ વધ્યુ વજન? એક કાર્યક્રમમાં નીતા અંબાણીએ જણાવ્યું કે, અનંતને બાળપણથી જ ક્રોનિક અસ્થમાની ફરિયાદ હતી. આ માટે તેમને ખૂબ જ હાઇ ડોઝની દવા લેવી પડતી હતી. જેના સાઇડઇફેક્ટથી તેમનું શરીર વધતું ગયું. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, તેમનું પોતાનું વજન પણ પહેલા વધુ હતું.

સોશિયલ મીડિયા પર ઉડતી મજાકઃ મેદસ્વીતાના કારણે સોશિયલ મીડિયા પર અનંત પર લોકો બહુ કમેન્ટ કરતા હતા અને તેની મજાક ઉડાવતા હતા. સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવતો. નીતા અંબાણીએ જણાવ્યું કે, 2013માં આઇપીએલનો મેચ ચાલતી હતી. તેમણે અનંતને જણાવ્યું કે, મુંબઇ ઇન્ડિયન્સની જીત થતાં ટ્રોફી લેવા તેમને જ જવુ પડશે.

સલામાન ખાને પણ પ્રશંસાઃ સલમાન ખાને પણ અનંત અંબાણીની વજન ઉતારવાના પ્રયાસની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડાઇટ કન્ટ્રોલ અને એક્સરસાઇઝથી આટલું વજન ઉતારવું એટલું સરળ નથી હોતું.

નવા લૂકની થઇ ખૂબ ચર્ચાઃ 18 મહિનામાં 108 કિલો વજન ઓછું કર્યાં બાદ અનંત અંબાણીનો લુક એકદમ ચેન્જ થઇ ગયો હતો.. તે ફેટમાંથી ફિટ થઇ ગયા. આઈપીએલ-9ના ઓપનિંગ મેચોમાં તેમના બદલાયેલા લૂકની ખૂબ ચર્ચા થઇ. અનંત અંબાનીની એક તસવીર મુંબઇ ઇન્ડિયન્સના મેંટર સચિન તેંડુલકર સાથે પણ આવી હતી.


બિઝનેસમાં વધી જવાબદારીઃ અનંત અંબાણીની આઇપીએલ મેચોમાં મોટોભાગે તે તેમની માતા નીતા અંબાણી સાથે જોવા મળે છે. તેમને ક્રિકેટ વિશે સારૂં એવું નોલેજ છે. ઘણા ક્રિકેટના પ્લેયર્સ સાથે તેમના સારા સંબંધો છે. હાલ મુકેશ અંબાણીએ તેમને જિયો પ્લેટફોર્મ્સની મુખ્ય અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. અનંતથી સૌને ઘણી આશા છે કે, તે મુકેશ અંબાણીના બિઝનેસને આગળ લાવશે.

You cannot copy content of this page