Only Gujarat

National

એક એવા ભવ્ય લગ્ન જેમાં સલમાન ખાનથી લઈ મોટ-મોટી હસ્તીઓ ઉમટી પડશે

હરિયાણામાં 15 માર્ચે એક યાદગાર લગ્ન થવાના છે. હરિયાણામાં જનનાયક જનતા પાર્ટીના મહાસચિવ દિગ્વિજય ચૌટાલા રમિંદર કૌર અને દીપકરણ સિંહ રંધાવાની પુત્રી લગન રંધાવા સાથે લગ્ન થવા જઈ રહ્યા છે. લગનનો પરિવાર પંજાબના અમૃતસરમાં રહે છે. બન્નેએ જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. 10 માર્ચે સિરસામાં લગ્નની રસમો શરૂ થશે. સિરસાના જીટીએમ ગ્રાઉન્ડમાં સમારોહ યોજાવાનો છે.

16 એકરથી વધારે વિસ્તારમાં વોટર-પ્રુફ ટેંટ બાંધવામાં આવશે. આ લગ્ન 4000 વીઆઈપી લોકો સામેલ થાય તેવી સંભાવના છે. ચૌટાલા પરિવારે પ્રેસિડેન્ટ દ્રૌપદી મૂર્મુ, મોદીથી લઈ સલમાન ખાન સુધી વીઆઈપી લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હરિયાણાના તમામ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ અને 2014માં વિજેતા ધારાસભ્યોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.

રિસેપ્શન 23 માર્ચે નવી દિલ્હીમાં યોજવામાં આવ્યું છે. જેમાં પીએ મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ઘણાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજકિય નેતાઓ સામેલ થાય તેવી સંભાવના છે.

લગ્ન સમારોહમાં જે બોલિવૂડ હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં સલમાન ખાન, સંજય દત્ત, રણદીપ હુડ્ડા, કૈલાશ ખેર, એપી ઢિલ્લો, ગુરૂ રંધાવા અને હની સિંહ સામેલ છે. છેલ્લા ઘણાં દિવસથી દિગ્વિજયે સલમાન ખાન અને કૈલાશ ખેર સહિત ઘણી બોલિવૂડ હસ્તીઓની મુલાકાત કરી હતી અને લગ્નનું કાર્ડ આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે, દિગ્વિજય ચૌટાલાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના નાના ભાઈ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનો પૌત્ર છે. ડીએસપી સાધુ રામના જણાવ્યા પ્રમાણે, સિરસામાં કાર્યક્રમો સમયે સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. લગભગ 1200 પોલીસ જવાનો તૈનાત રહેશે.

લગન કૌરા ફેશન ડિઝાઈનર છે. તેણે 2017માં ઈસ્ડી (ISDI) એટલે ઈન્ડિયન સ્કૂલ ઓપ ડિઝાઈન એન્ડ ઈનોવેશનમાંથી ફેશન બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. તે ફેશન બ્લોગર પણ છે.

You cannot copy content of this page