Only Gujarat

FEATURED Sports

પ્રેમી જો ન્યૂડ તસવીર મગાવે તો થઈ જાવ સાવધાન, આંખ ઊઘાડતો કિસ્સો…યુવતીઓ ખાસ વાંચે

વોશિગ્ટનઃ ઘણીવાર પ્રેમમાં લોકો બધુ ભૂલીને એવી ભૂલો કરે છે જેના માટે તેમણે આખી જિંદગી પસ્તાવું પડે છે. પ્રેમ પર ભરોસો કરીને તેઓ બધું તેના હવાલે કરી દે છે. પરંતુ જ્યારે પ્રેમી બેવફા નીકળે છે ત્યારે બધુ ખતમ થઈ જાય છે. કાંઈક આવું જ થયું છે અમેરિકાની પ્રોફેશનલ ગોલ્ફર પેજ સ્પિરનાક સાથે. મહિલા ગોલ્ફર પેજ સ્પિરનાકે એક એવી ભૂલ કરી દીધા જેના કારણે તેનું જીવવું મુશ્કેલ બની ગયું છે.

થયું એવું કે અમેરિકાની પ્રોફેશનલ ગોલ્ફર પેજ સ્પિરનાકની એક ન્યૂડ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, જે બાદ તેને અશ્લીલ મેસેજ મળવાના શરૂ થઈ ગયા હતા. પેજ સ્પિરનાકે ખુલાસો કર્યો કે આ તસવીર તેના એક્સ બૉયફ્રેન્ડે લીક કરી હતી. પેજ સ્પિરનાકે કહ્યું કે તેણે આ ફોટો તેના બૉયફ્રેન્ડે માગ્યા બાદ મોકલ્યો હતો.

પરંતુ બ્રેકઅપ બાદ તેણે તે ફોટો પોતાના મિત્રોને મોકલી દીધો અને સોશિયલ મીડિયા પર પણ તસવીર વાયરલ થઈ ગઈ. પેજ સ્પિરનાકે કહ્યું કે તેણે જ્યારે પોતાની ન્યૂડ ફોટો વાયરલ કરવા મામલે પોતાના એક્સ બૉયફ્રેન્ડને પુછ્યું તો તેણે મને ગાળ આપી અને કહ્યું કે તું તેની જ હકદાર હતી.

પેજ સ્પિરનાકે કહ્યું કે તેના એક્સ બૉયફ્રેન્ડને તેણે જે કર્યું તેનો પસ્તાવો નથી. સ્પિરનાકે કહ્યું કે પ્રેમ પર ભરોસો કરવો તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી.

You cannot copy content of this page